મોરબીના શનાળા ગામેથી ૬૦ બોટલ સાથે બે ભાગીદારોને એલ સી બી એ ઝડપી પાડયા.
મોરબી એલસીબીએ મકાનમાં દરોડો પાડી રૂ. ૪૯,૨૨૦ નો દારૂ કબ્જે કર્યો
મોરબી : મોરબી એલસીબીએ બાતમીના આધારે શનાળા ગામે ભાગીદારીમાં દારૂનો ધંધો ચાલતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દારૂની રેડ કરી મકાનમાંથી ૬૦ બોટલ દારૂ સાથે બે આરોપીઓને દબોચી લીધા હતા. આ રીતે મોરબી એલસીબીએ મકાનમાં દરોડો પાડી રૂ.૪૯,૨૨૦ નો દારૂ કબ્જે કર્યો હતો.
મોરબી એસ.પી. એસ.આર. ઓડેદરા અને એલસીબી પી.આઇ. વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દારૂની બદી નાબૂદ કરવા પ્રયત્નશીલ હતો. ત્યારે મોરબીના શક્ત શનાળા ગામે રહેતા આરોપી અજયસિંહ વનરાજસિંહ ઝાલાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબી સ્ટાફ તે મકાનમાં ત્રાટક્યો હતો. પોલીસે આ મકાનમાં રેઇડ દરમિયાન ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૬૦ કિંમત ૪૯,૨૨૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપીઓ અજયસિંહ વનરાજસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ છનુંભા ઝાલાને ઝડપી લીધા હતા અને આ બન્ને આરોપીઓ ભાગીદારીમાં દારૂનો ધંધો કરતા હોવાનું ખુલતા પોલીસે બન્ને સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.