સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th August 2021

મોરબીમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો :ચાર મહિલા ઝડપાઈ

શક્તિ ચેમ્બર નજીક આવેલ સિરામિક સિટીમાં ફ્લેટમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે દરોડો પાડ્યો

મોરબીના શક્તિ ચેમ્બર નજીક આવેલ સિરામિક સિટીમાં ફ્લેટમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતી ચાર મહિલાઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 મળતી માહિતી મુજબ મોરબીના શક્તિ ચેમ્બર નજીક આવેલ સિરામિક સીટી જે-૧ માં ૧૦૪ નંબરમાં રહેતા પુનમબા અશોકસિંહ જાડેજા પોતાના રહેણાંક મકાનમાં બહારથી મહિલાઓ બોલાવીને નાલ ઉધરાવી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલ પુનમબા અશોકસિંહ જાડેજા, શીતલબેન સંજયભાઈ લાલકીયા, અંજલીબેન મનીષભાઈ પંડ્યા અને નીમુબેન હરેશભાઈ બોસાણીયાને રોકડ રામ રૂ.૧૧૮૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(7:23 pm IST)