સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

કમરકોટડામાં ઘેર ઘેર આરોગ્ય ચકાસણી

ગોંડલઃ શિવરાજગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કમરકોટડા ગામે આજે કોરોના વાઈરસ ના રીપોર્ટની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જેમાં આશા ફેસેલીટર હિનાબેન દવે તેમજ આશાવર્કર મીનાબેનઙ્ગ તથા આંગણવાડી કેન્દ્રના વર્કર શારદાબેન રાઠોડ તથા સંજય ભાઈ તથા શિક્ષીકા કોમલ બેન અને કમરકોટડા ગામ ના સરપંચ પ્રકાશભાઈ કાવઠીયા એ ગામમાં ઘરે ઘરે જઇને કોરોના વાઈરસ ટેસ્ટ કરવાંની તજવીજ હાથ ધરી હતી શિવરાજગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફીસર ડો મિલનના માર્ગદર્શક હેઠળ કામગીરી કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર ચંદ્રશ પંડ્યા પણ હાજર રહેલા હતા. ઘેર ઘેર આરોગ્ય ચકાસણી કરવામાં આવી તે તસ્વીર.

(11:26 am IST)