સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

'મુકામ શાળા' માધ્યમથી દરેક શાળાની મુલાકાત લઇ તેના પ્રશ્નો ઉકેલીશ : ડીઇઓ

જૂનાગઢ સ્વનિર્ભર શાળા સંચાલકોના સદસ્ય નવનિયુકત ડીઇઓનું અભિવાદન કરી સહકારની ખાતરી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૫: જૂનાગઢ જિલ્લામાં નવનિયુકત  ડીઇઓનું ખાનગી શાળા સંચાલક મંડળના  સદસ્યો એ અભિવાદન કર્યું હતું. પ્રત્યુત્ત્।રમાં જિલ્લાની કોઈપણ શાળાના નાનામાં નાના પ્રશ્નો માટે 'મુકામ' શાળાના માધ્યમથી પોતે જાત મુલાકાત લઇ સ્થળ પર પ્રશ્ન હલ કરવા પ્રયત્નશીલ રહેશે.

જૂનાગઢ જિલ્લા ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ જી.પી. કાઠીના વડપણ હેઠળ ગઈકાલે જૂનાગઢના જિલ્લા શિક્ષણઅધિકારી તરીકે નિયુકત થયેલા શ્રી આર.એચ. ઉપાધ્યાયનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે ડીઇઓ ઉપાધ્યાયે શિક્ષણનું સ્તર વધુ સારું બનાવવા એક વિચારબીજ રજૂ કર્યું હતું, જેમાં જિલ્લાની પાંચસોથી વધુ માધ્યમિક અને ઉચ્ચત્ત્।ર માધ્યમિક શાળાઓમાં 'મુકામ શાળા' માધ્યમથી દરેક શાળાઓની વ્યકિતગત મુલાકાત લઇ તેના દરેક પ્રશ્નોનું શાળા ખાતે જ નિરાકરણ લાવીએ તેવા પ્રયત્નો  હોવાનું અનુરોધ કરી શાળા ના ધરોહર એવા સંચાલકો નું સહયોગ માગ્યો હતો.

ખાનગી શાળા નું સંચાલન કરતા શિક્ષણશાસ્ત્રી એવા  શ્રી પ્રદિપ ખીમાણી,અમુ ભાઈ  પાનસુરીયા, કે.ડી. પંડ્યા, જાવિયા , આશિષભાઈ અને ચેતન શાહે પણ વળતા પ્રતિસાદમાં જિલ્લાશિક્ષણ કચેરી ,  શાળા અને વાલીઓનો સેતુ સંયમપૂર્વક જળવાઈ રહેશે તેવી ખાતરી આપી હતી.

જૂનાગઢ જિલ્લાના શિક્ષણ અધિકારી તરીકે ચાર્જ સંભાળતા  શ્રી ઉપાધ્યાયે વર્તમાન સમયમાં શિક્ષક, શિક્ષણ અને કેળવણીમાં ઘણા ફેરફાર જરૂરી હોવાનો એકરાર કરી આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાની તમામ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં હકારાત્મક અભિગમથી શિક્ષણનું સ્તર જળવાઈ રહે  તેવા પ્રયાસો શરૂ કરવા માસ્ટર પ્લાન ઘડી કાઢયો છે. શાળાનું નિયમિત ઇસ્પેકસન, તાલુકા કક્ષાએ સંચાલકો આચાર્ય અને વહીવટી સ્ટાફ સાથે પગાર ગ્રાન્ટ અને પરીક્ષા આયોજન બાબતે મહત્વ ના નિર્ણયો લઈ શિક્ષણની ગરિમા જળવાય તેવા હમેસા પ્રયાસો જરૂરી છે .

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ઉપાધ્યાય  ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તરીકે સૌપ્રથમ વખત જિલ્લાના વડા તરીકે  પ્રશંસનીય કાર્ય કર્યા બાદ તેમણે રાજકોટમાં પણ ડીઇઓ તરીકે પરીક્ષા અને  ફી નિર્ધારણ કમિટિના સભ્ય તરીકે સુંદર કામગીરી કરી છે. આવનારા દિવસોમાં જુનાગઢ ની માધ્યમિક શાળા ઓ પણ નિયમિત રીતે કાર્યાન્વીંત થશે તેવું જોવા મળે છે .

(11:28 am IST)