સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

પોરબંદરની ચોપાટી અને કનકાઇ મંદિર પાસે ૩ બાઇક ચોરી જનાર આરોપી ઝડપાયો

પોરબંદર,તા.૫: ચોપાટી અને કનકાઇ મંદિર પાસે ૩ બાઇક ચોરી કરી જનાર છાયા જમાત ખાના રહેતા અશોકસિંહ રણુભા ચુડાસમાને પોલીસે પકડી પાડેલ છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની દ્વારા મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે થયેલ સુચના મુજબ તેમજ પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી. શ્રી જે.સી.કોઠીયા  તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી એન.એન.રબારીના માર્ગદર્શનઙ્ગ હેઠળ આજરોજ પો.સબ.ઇન્સ. એચ.એન.ચુડાસમા પોલીસ સ્ટાફ સાથે કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન પો.હેડ કોન્સ ભરતસીંહ તથા પો.કોન્સ. વિજયભાઈને બાતમીરાહે હકીકત મળેલ કે, છાયા જમાતખાના પાસે રહેતો અશોકસિંહ રણુભા ચુડાસમા ચોરી કરેલ મોટરસાયકલો પોતાના મકાનમાં છુપાવી રાખેલ છે જેથી સ્ટાફ સાથે હકીકત વાળા મકાને ઝડતી તપાસ કરતા અશોકસિંહ રણુભા ચુડાસમા ઉમર ૩૩ વાળો હાજર મળેલ અને મકાનમાંથી ત્રણ મોટરસાયકલો નંબર પ્લેટ વગરના મળી આવેલ જેથી તેના એન્જિન નંબર અને ચેસીસ નંબર આધારે પોકેટ કોપ એપ્લિકેશનથી સર્ચ કરતા ત્રણેય મોટરસાયકલ ના માલિકો ના જુદા જુદા નામ સરનામાં આવેલ અને તેના રજીસ્ટ્રેશન નંબર જીજે૨૫૬૧૭૨, જીજે૨૫એલ૪૬૧૭ તથા જીજે૨૫એચ૨૦૫૧ જાણવા મળેલ. આ બાબતે અશોકસિંહ કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય ત્રણેય મોટર સાયકલ ચોરી થી મેળવેલાનું જણાયેલ.

જેથી ત્રણેય મોટરસાયકલો એકની કિંમત રૂપિયા ૨૫ હજાર લેખેઙ્ગ ત્રણેય ની કિંમત રૂપિયા ૭૫,૦૦૦/-ઙ્ગ ગણી કબજે કરવામાં આવેલ. અને મજકુર ની ઉંડાણપૂર્વક પ્રાથમિક પૂછપરછ કરતા તેણે આ મોટરસાયકલો ચોપાટી અને કનકાઇ મંદિર આસપાસ થી ચોરી કરેલું જણાવેલ. આમ ચોરીમાં ગયેલ હોય ત્રણ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાઇ ગયેલ હતો. જેથી આરોપી સામે કાર્યવાહી કરવા સારુ તેઓને કોવીડ-૧૯ઙ્ગ ટેસ્ટ માટે ભાવસીંહજી હોસ્પિટલ પોરબંદર ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.ઙ્ગ

કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર એન.એન.રબારી તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. એચ.એન.ચુડાસમા તથા એ.એસ.આઇ. વી.એસ.આગઠ, પો.હેડ.કોન્સ જે.આર.કટારા, બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. વિજયભાઇ, ભીમશીભાઇ , કનકસિંહ, વિરેન્દ્રસીંહ, અક્ષયભાઇ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

(11:37 am IST)