સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

મોટી પાનેલીમાં ઘરે ઘરે વ્યકિતને ચેક કરવા ૧૧ ટુકડી દ્વારા કામગીરી

સંક્રમિત વ્યકિતની ઝડપી ઓળખ થશે સંક્રમણ કાબુમાં આવશે

મોટી પાનેલી,તા.૫: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં દિનબદિન કોરોનાના કેસ વધી રહ્યા હોય આરોગ્ય વિભાગ સફાળું જાગ્યુ છે અત્યાર સુધીમાં અગ્યાર કેસ નોંધાયા છે અને એકનું મૃત્યુ થયેલ છે શંકાસ્પદ વ્યકિતઓના ટેસ્ટ પણ વધારવામાં આવેલ છે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કહેરને નાથવા તેર હજારની વસ્તી ધરાવતા પાનેલી ગામમાં ઘરે ઘરે દરેક વ્યકિતને ચેક કરવાની કામગીરી ચાલુ કરેલ છે જે માટે વિભાગની અગ્યાર ટુકડી બનાવેલ છે જે દરેક ઘરે ફરીને પ્રત્યેક લોકોના ટેમ્પરેચર સાથે ઓકિસજન ચેક કરી રિપોર્ટ ત્યાર કરી રહ્યા છે સાથેજ અન્ય બીમારી ધરાવતા દર્દીની પણ નોંધ કરી રહ્યા છે જેમાં શંકાસ્પદ વ્યકિતઓને ટેસ્ટ માટે આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવે છે આ રીતે ઘરે ઘરે પ્રત્યેક વ્યકિતના ચેકઅપથી કોરોના દર્દી ઝડપથી ઓળખી શકાશે જેનેલીધે સંક્રમણ ઉપર પણ કાબુ આવશે. આરોગ્ય વિભાગની આ કામગીરી સરાહનીય સાબીત થશે.

(11:37 am IST)