સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

અમરેલી જીલ્લા મહિલા કોંગ્રેસની મિટીંગ મળી

અમરેલી : જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી જીલ્લા મહિલા કોંગ્રેસની મીટીંગ અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અર્જુનભાઇ સોસાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ કલ્પનાબેન જોશી, પ્રદેશ મંત્રી અને અમરેલી જીલ્લાના મહિલા કોંગ્રેસ પ્રભારી નયનાબા જાડેજા, પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી હંસાબેન જોશી, લાઠી તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી સંગીતાબેન કાલિયાણી, અમરેલી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી ગીતાબેન ચૌહાણ, અમરેલી શહેર મહિલા પ્રમુખ શ્રીમતી  માધવીબેન જોશીની ઉપસ્થિતીમાં યોજાયેલ  આ પ્રસંગે અમરેલી જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રીમતી હીનાબેન ત્રિવેદીને બીજી ટર્મમાં પણ અમરેલી જીલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળવા માટે પ્રદેશ મહિલા ઉપપ્રમુખ શ્રીમતી કલ્પનાબેન જોશી, પ્રદેશ મંત્રી અને અમરેલીના પ્રભારી નયનાબા જાડેજા દ્વારા એનાયત કરવામાં આવેલ અને પ્રમુખ તરીકે ફરી નિમણુક પામેલ હીનાબેન ત્રિવેદીને સભામાં ઉપસ્થિત સૌએ શુભેચ્છા પાઠવેલ. આ મીટીંગમાં જીલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઇ પંડયા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, ગીતાબેન સાવલીયા, ગીતાબેન ચૌહાણ, આરતીબેન ચૌહાણ, મનીષાબેન કાનપરીયા, દીપાલીબેન કાનપરીયા, બી. કે. સોળિયા, આકાશ કાનપરીયા, પાર્વતીબેન બોદર, સમજુબેન વિશળ પરા, બટુકભાઇ ખુંટ ખાસ ઉપસ્થિત રહેલ હતાં.

(11:37 am IST)