સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

ગોંડલમાં વિકરાળ બનતો કોરોના વધુ ૨૯ પોઝીટીવઃ ૧ મોત

ગોંડલ, તા.પઃ ગોંડલમાં કોરોના દિવસેને દિવસે વિકરાળ બનતો જાય છે. કાલે ૨૯ વ્યકિતઓ પોઝીટીવ બની છે અને એક વ્યકિતનું મોત નીપજયું છે. પોઝીટીવ કેસમાં મામલતદાર કચેરીનાં બે કર્મચારીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવનાં કુલ ૮૨૧ કેસ તથા કુલ મૃત્યુઆંક ૫૭ થવાં પામ્યો છે.

(11:38 am IST)