સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

દેવભૂમિ જીલ્લામાં કોરોના કેસ વધ્યા : કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ભેદભાવ ?

આંકડાઓ જાહેર કરવામાં તંત્રના ઠાગાઠૈયાની ચર્ચા : ર૮ દિ'ના પિરીયડથી ભારે હાલાકી : નવા ૧૮ કેસ થયા

(કૌશલ સવાજાણી દ્વારા) ખંભાળીયા, તા. પ : દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મહામારીમાં અન્ય જિલ્લાઓથી ઘણો પાછળ હોવા છતાં પણ આરોગ્ય ખાતું આંકડાઓ જાહેર કરવામાં સંતાકુકડીનો ખેલ રમતુ હોય ભારે ચર્ચાસ્પદ બન્યું છે.

અગાઉ નામો દર્દી પોઝીટીવના જાહેર કરવાની હાઇકોર્ટની મનાઇના સંદેશા પછી ગઇકાલે બાદ દર્દીના નામ ઉંમર રહેઠાણ જાહેર કર્યા બાદ બીજે દિવસે ફરી બંધ થઇ ગયું !!

કોરોના મહામારીમાં અઢારના મૃત્યુ પછી ખંભાળીયાના કંસારા, લોહાણા વેપારી સહિત ત્રણના મૃત્યુ થયા પણ આરોગ્યના રીપોર્ટમાં હજુ અઢાર જ બોલે છે.

આંકડાની સંતાકુકડીમાં કયાંક 'માટલી ચીરાય' જાય તેવી સ્થિતિ ના થાય તેવું પણ ચર્ચાઇ રહ્યું છે. છવાડાના જિલ્લામાં આરોગ્ય તંત્રીની આંકડાની સંતાકુકડી ચર્ચાસ્પદ બની છે.

હાલારના બે ભાગ એવા જામનગર તથા દ્વારકા જિલ્લામાં હાલ કોરોના મહામારીના સમયમાં નિયમોમાં ભેદભાવની નીતિ અપનાવાતા ભારે ચર્ચા જાગી છે તથા દ્વારકા કન્ટેન્ટમેન્ટ ઝોન લોકોને અન્યાયકર્તા હોય સોશ્યલ મીડીયામાં પણ વિરોધનો વંટોળ ઉઠવા લાગ્યો છે.

જામનગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં એકજ જે વ્યકિતને કોરોના પોઝીટીવ હોય તેનું ઘર જ લેવાય છે જયારે ખંભાળીયા તથા સમગ્ર જિલ્લામાં અકેથી વધુ કયાંક આખી શેરી ઉપર નીચ મકાનો લેવાય છે. જામનગરમાં ચૌદ દિવસનો પિરીયડ છે જયારે દેવભૂમિ જિલ્લામાં ર૮નો છે. હા કયારેક સાત દિવસ વહેલા રીવાઇઝડ થાય છે.

કન્ટેન્ટમેન્ટ ઝોનના જાહેરનામા કરજિયાત વર્તમાન પત્રોમાં બહોળી પ્રસિદ્ધિ કરવાના હોય પણ એક સપ્તાહથી જાહેરનામાનો કાગળ પર જ અમલ થાય છે. પ્રસિદ્ધિ જ નહીં ! જિલ્લાના ઇન્ફો. ગૃપ પર નિયમિત મૂકવામાં આવતા જાહેરનામાં બંધ થઇ ગયા છે. જયારે જાહેરનામાં જ જિલ્લા કલેકટર બહોળો ફેલાવો કરવા માટે વર્તમાન પત્રોમાં આપવાનું કહે છે !!

જયારે કન્ટેન્મટમેન્ટ ઝોન થાય ત્યાં પડદા માટેલા હોય ખરેખર જનાહેરનામાની પ્રસિદ્ધિ થાય તો લોકોને પોતાના વિસ્તારમાં કેસની ખબર પડે. જાગૃતતા આવે તથા લોકો પણ સ્ચેત થાય પણ કન્ટેન્ટમેન્ટના જાહેરનામા જ બહાર પાડવામાં આવતા નથી જયારે પડોશી જિલ્લા જામનગર પોરબંદર રાજકોટમાં નિયમિત જાહેર થાય છે.

ર૮ દિવસના પિરીયડની ઘણા લોકોને ભૂખે મરવાની સ્થિતિ થાય છે તો હાલ પાણીની લાઇન તૂટેલી હોય મળતું પણ નથી.

ડિસ્ચાર્જ વધ્યા!!

દેવભુમી દ્વારકા  જિલ્લામાં કોરોનાની પોઝીટીવ કેસોએ ગતી પકડી હોય તેમ ઘણા દિવસથી બે આંકડાઓમાં પોઝીટીવ કેસો આવે છે સાથોસાથ ડિસ્ચાર્જનુ પ્રમાણ પણ પોઝીટીવથી વધવા લાગ્યું છે જે સારી નિશાની કહેવાય છે.

ગઇકાલે દ્વારકા જિલ્લામાં દ્વારકામાં તથા કલ્યાણપુરમાં એક એક કેસ સાથે ખંભાળીયામાં ૮ નોંધાતા કુલ આંક ૪૩૮નો થયો છે. જયારે ૧૮ ડિસ્ચાર્જ થયા છે જેમાં ભાણવડના ચાર, દ્વારકાના નવ તથા ખંભાળીયાના પાંચ દર્દીઓનો સમાવેશ થાય છે. જો કે પોઝીટીવ કરતા ડિસ્ચાર્જનું વધેલુ પ્રમાણ સુધારાની શરૂઆત ગણાય છે તો જિલ્લામાં સતત ૨૩ ધનવંતરી રથો પણ ચેકીંગની સાથોસાથ નમુના પણ એકઠા કરતા હોય તેને કારણે કેસોમાં સંખ્યા વધતી જાય છે.

હરીપર તા. ખંભાળીયા, વાજેર શેરી ઉગમણા બારા  તા. ખંભાળીયા, શીવમ સોસાયટી ખંભાળીયા, રબારી પાસે દ્વારકા  બેડીયાવાડી ખંભાળીયા તથા ધરમપુર  તા.ખંભાળીયા તથા કલ્યાણપુરના જુવાનપુરમાં તથા ત્રણ કેસ ખંભાળીયા શહેરમાં આવેલા છે. હાલ ૧૪૯ કેસો એકટીવ છે જે પૈકી ૬૦ જેટલા ખંભાળીયાની સરકારીમાં કેટલાક જામનગર તો કેટલાક હોમ આઇસોલેશનમાં છે.

(11:39 am IST)