સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

માણાવદરના બોડકા ગામે તરતા આવડતુ ન હતું છતાં ૭ બાળકોને બચાવાયા

માતા સબીનાબેન દલએ પાણીમાં છલાંગ લગાવીને જીંદગી દાવ ઉપર લગાવી

માણાવદર-જુનાગઢ, તા. પ : બપોર બાદ કપડા ધોવા બોડકા ગામના તળાવમાં સબીનાબેન ગયેલા ત્યારે સાથે પરિવારના બે બાળકો સહિત બીજા ૭ બાળકો હતાં બેન કપડા ધોતા હતાં ત્યારે બાળકો નાહતા હતાં બે દિકરી કપડા ધોતી હતી તે દરમ્યાન એશાંન સલીમભાઇ દલ (ઉ.વ.૮) પાણીમાં ડુબવા લાગ્યો તેને બચાવવા બીજા સાથે નાહતા બાળકોએકબીજાને બચાવવા જતાં ડુબવા લાગ્યા તે દરમ્યાન એશાંનના માતા સબીનાબેન પણ પુત્રને બચાવવા તરતા નહોતું આવડતું છતાં જીંદગી બચાવવા છલાંગ લગાવી પોતાના પુત્રને બચાવવા જીંદગી દાવ પર લગાવી તે પણ ડુબવા લાગ્યા હોહા દેકારો થતાં બાજુના ખેતરમાં કામ કરતા રમેશભાઇ દાનાભાઇ રાઠોડ તરત જ તળાવ બાજુ દોડી આવ્યા અને તરતા નહોતું આવડતું છતાં જીંદગી બચાવવા પોતાની જીંદગીની ખેવના ફિકર કર્યા વગર કુદી પડયા. તેણે એક પછી એક ૭ જીંદગી બચાવી પરંતુ તે દરમ્યાન અન્ય લોકો પણ ખબર પડતા દોડી આવ્યા અને દોરડા વડે બચાવ્યા પરંતુ એશાન સલીમભાઇ દલ (ઉ.વ.૮) મૃત્યુ થઇ ચૂકયું હતું.

મૃત પામનાર બાળકના મમ્મીને પણ તરતા નહોતું આવડતું, પરંતુ પુત્ર ડુબતો બચાવવા જીંદગીની પરવા કર્યા વિના કુદી પડયા હતાં તેઓએ પાણી પી જતા તત્કાલ દવાખાને લઇ જવાયેલ.

આ ડુબતા બચી ગયેલામાં ૬ બાળકો નાહતાં હતાં જેમાં ર દિકરી-૧૮ અને ૧૬ વર્ષ તથા મૃત બાળકના માતા ૩પ વર્ષ છે તો બાળકો ૬થી ૧ર વર્ષના છે.

આ બનાવની જાણ થતાં ડીવાયએસપી જે.બી. ગઢવી દોડી આવ્યા હતાં અને ૭-૭ માનવ જીંદગી બચાવનાર કે જેને તરતા પણ નહોતું આવડતું તેવા જાબાંઝ રમેશભાઇ રાઠોડની પીઠ થાબડી ડીએસપી પાસે ઇનામની માંગણી કરશે તેમ જણાવ્યું. બોડકા ગામે આજે સૌથી મોટી ઘાત ટળી છે છતાં પણ એક બાળકના મૃત્યુથી ગામમાં શોક છવાયો છે. મૃત બાળકની માતા દવાખાને બચાવવા જતાં પાણી પી જવાયું જેથી તત્કાલ દવાખાને ખસેડાયા અન્ય બાળકોને કોઇ તકલીફ નથી એકબીજાને બચાવવા પડનાર બાળકોને તરત નહોતું આવડતું, પરતુ જીંદગી બચાવવા ગયા અને બનાવ બન્યો. આવા ગંભીર બનાવ પરંતુ મામલતદાશ્રી પાસે પૂરતી માહિતી નહોતી. મુખ્યમંત્રી આ બનાવ વખતે જવાબદાર અધિકારી કયાં હતાં તે તપાસ કરશે ખરા ?

(11:41 am IST)