સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

ભાણવડની વેરાડી નદી ઉપર લોકોએ ચેક ડેમ બનાવ્યો ને કુદરતની કરામત કે છલકાઇ પણ ગયો!

ખંભાળીયા તા. પ :.. વડાપ્રધાને આત્મ નિર્ભર ભારત અભિયાન ચલાવ્યું છે પણ દેવભૂમિ જિલ્લાના ભાણવડના તાલુકામાં વેરાડી નદી પાસેના ગામના લોકોએ નકકી કર્યુ કે પાણીની તંગી દર વર્ષે શિયાળું પાકમાં થાય છે જાતે જ ચેકડેમ બનાવીને તો...?

ગત મે માસમાં નકકી કર્યુ અને ૮-૧૦ ખેડૂતોની આ વાત અમલમાં મુકાઇ અને વીઘા દીઠ પ૦૦ રૂ. ઉઘરાવતા દોઢ લાખ ભેગા થયા અને મે માસ બેસતા જ ૪રપ ફુટ લાંબો અને ચાર ફુટ ઉંચો ચેક ડેમ બનાવ્યો અને આ વષે કુદરતની મહેરની આ ચેક ડેમ છલકાઇ પણ ગયો....!!

હવે ૩૦૦ વીઘા જમીનના ખેડૂતોને શિયાળુ પિયત માટે પાણીની જરૂર નહીં પડે અને તમામ ખેડૂતો પિયત કરશે.

(11:41 am IST)