સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

ટ્રેલર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માતઃ પાંચના મોત

વલસાડ હાઈવે ઉપર અરેરાટીભરી ઘટનાઃ દંપતિ અને બે બાળકોના ઘટના સ્થળે જ મોતઃ ટ્રેલરે ટકકર મારતા બાઈક રીતસરનું ફંગોળાઈ ગયુ હતું: અજય દલપત, પત્ની- રેખા અને બાળકો કાવ્યા, નેન્સી અને જેનીશના મૃત્યુઃ ૯ માસના બાળકનો ચમત્કારીક બચાવઃ હાઈવે ઉપર ટ્રાફીક જામ

વલસાડ,તા.૫: વલસાડ હાઇવે સુઘડ ફેકટરી ખોખરા ફળિયા નજીક ગત સાંજે ગણદેવીથી અતુલ તરફ જતી બાઇકને ટ્રેલરે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક સવાર દંપતી અને તેમના બે સંતાનોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.

 જયારે ૯ માસના સંતાનને સિવીલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું. ઘટનાની માહિતી મળતા જ એસ.પી. ડો.રાજદીપસિંહ ઝાલા સહિત પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.

પોલીસ અને ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ વલસાડ સુગર ફેકટરી નજીક ખોખરા હાઇવે ઉપર હોન્ડા સ્પ્લેન્ડર બાઈક નંબર જી.જે.૧૫.એ એલ.૪૦૭૭ ઉપર સવાર થઈ. નવસારી જિલ્લાના ગણદેવીમાં રહેતા અજય દરલપતભાઈ , જેઓ વસુંધરા ડેરી અલીપોરમાં કામ કરે છે, જેઓ પરિવાર સાથે જઇ રહ્યા હતા ત્યારે પસાર થતા ટ્રેલરની ટક્કર લાગતા બાઈક ફગોળાઈ જતા બાઈક સવાર દંપતી અને તેમના ત્રણ સંતાનોને ગંભીર ઇજા પહોંચતા દંપતી અને બે પુત્રીઓના ઘટના સ્થળે મોત નિપજયા હતા,જયારે ૯ માસના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.

મૃતક અજય પાસેથી આઇ કાર્ડ મળતા ઓળખ થઈ હતી. ઘટનાની માહિતી મળતાજ ડીએસપી ડો.રાજદીપ સિહ ઝાલા,રૂરલ પી.એસ.આઇ ગોહિલ સહિત, ડીવાય એસપી મનોજસિંહ ચાવડા સહિત પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે ટ્રેલર ચાલકની ધરપકડ કરી હતી.જયારે ગંભીર અકસ્માતમાં બચી ગયેલા ૯ માસના બાળકને ૧૦૮માં સારવાર માટે મોકલ્યો હતો અને મૃતકોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.  ઘટનાને લઈ થોડો સમય હાઇવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.જોકે પોલીસે કામગીરી કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.જેમાં પરિવાર અજય દલપત , રેખા અજય , કાવ્યા અજય , નેન્સી અજય , જેનીશ અજય મૃત્યુ પામ્યા હતા.(કાર્તિક બાવીશી)

(11:47 am IST)