સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

કોરોના માં મૃત્યુ પામનાર ની અંતિમવિધિ ધોરાજીના બદલે રાજકોટ ખાતે કરાતા કચવાટ : સ્થાનિક કક્ષાએ કોવિડ સેન્ટર બનાવવા મુસ્લિમ સમાજની માંગ : તંત્ર અને આરોગ્ય વિભાગ ની આળસ ને લીધે ધોરાજી સેવા વિહોણું રહ્યું

ધોરાજી :- ધોરાજી માં સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગ ની આળસને કારણે ધોરાજીમાં યોજાનાર લોકસેવાના કાર્યો અટક્યા હતા.

તેમજ કોરોનો પોઝિટિવ મૃત્યુ પામનારની અંતિમવિધિ વતન ને બદલે જિલ્લા મથકે થતા ખાસ કરીને મુસ્લિમ સમાજમાં નારાજગી પ્રવર્તી રહી છે.

 તાજેતરમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને  યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં ધોરાજી મેમણ મોટી જમાતના પ્રમુખ અફરોઝભાઈ લકકડકુટાએ જણાવેલકે  સ્થાનિક કક્ષાએ કોવિડ સેન્ટર બનાવવું જોઈએ. તેમજ જો કોઈ કોરોના પોઝિટિવ આવે તો તેમને રાજકોટ કોવિડ કેર સેન્ટરમાં લઈ જવાઈ છે. જ્યાં કોઈ દર્દીનું મોત થાય તો તેમની અંતિમવિધિ કે દફનવિધિ રાજકોટ ખાતે જ કરાઈ છે. ત્યારે બીજી તરફ નજર કરી તો મુસ્લિમ સમાજમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેમની કબર પર ફૂલ ચડાવવા કે ધાર્મિક વિધિ કરવા માટે શુ મૃતકના પરિવારજનોએ કાયમી રાજકોટ જવું ? મુસ્લિમ સમાજમાં પોતાના વતનમાં પોતાની દફનવિધિ થાય તેવું સમાજની માન્યતા છે. આથી કોરોના માં મૃત્યુ પામનારની ડેડબોડી તેમના પરિવારજનોને સોંપવી જોઈએ.

   આ ઉપરાંત થોડા સમય પહેલા ધોરાજી ના રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓને જણાવેલકે મુસ્લિમ સંસ્થા wmo દ્વારા ધોરાજી માં કોવિડ સેન્ટર માટે સ્થળની વ્યવસ્થા તેના માટેના જરૂરી સાધનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સારવારનો સંપૂર્ણ ખર્ચ સંસ્થા ઉઠાવશે માત્ર ડોક્ટરની વ્યવસ્થા કરવા જણાવેલ પરંતુ તંત્ર ની આળસને કારણે ધોરાજી ના ગરીબ, અને બીમાર દર્દીઓ આ સેવાથી વંચિત રહ્યા હતા.

(12:33 pm IST)