સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

જામનગરમાં કોરોનાગ્રસ્ત મૃતકોના અગ્નિ સંસ્કાર માટે રાહ

સ્મશાનમાં લાકડાના અભાવથી સગાસંબંધીઓ ભારે પરેશાનઃ તંત્ર પાસે સહયોગની આશા

જામનગરઃ તસ્વીરમાં સ્મશાનગૃહ ખાતે શબવાહીની અને મૃતકોના સગા સબંધીઓ નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૫: કોરોના મહામારીનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે અને અનેક લોકોને કોરોનારૂપી મહામારી ભોગ બનાવતી રહી છે. ત્યારે જામનગરમાં પણ દરરોજ પોઝીટીવ કેસના આંકમાં ઉછાળાની સાથોસાથ મૃતકોની સંખ્યા પણ વધતા લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે.  ગઇકાલે જામનગરમાં કોરોનાનો ભોગ બનેલા ૧૦ જેટલા કોરોનાગ્રસ્ત મૃતકોના પરીવારજનોને સ્મશાનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પ્રાપ્ત માહીતી  મુજબ ગઇકાલે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહના અગ્નિસંસ્કાર માટે લાંબુ વેઇટીંગ હતું. ૧૦ કલાકથી કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર ન થતા પરીવારજનો સગાસંબંધીઓમાં ભારે ચિંતા પ્રસરી છે. સ્મશાનમાં લાકડાના અભાવે ૧૦થી વધુ દર્દીઓના મૃતદેહના અગ્નિસંસ્કાર ન થતા આપ્તજનો પરેશાન થયા હતા.  આ મુદ્દે તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(12:59 pm IST)