News of Saturday, 5th September 2020
હડમતીયા નજીક વેપારીની કાર સહિત રોકડ લૂંટવામાં આવી
(હર્ષદરાય કંસારા દ્વારા)ટંકારા,તા.૫: આજે સવારના સમયે હડમતીયા નજીક નવા બની રહેલા પેટ્રોલ પંપ પાસે કરિયાણાની દુકાન પાસેઙ્ગ બે શખ્સ મોટરસાઇકલ પર શંકાસ્પદ હાલતમાં હતા . ત્યાંથી પસાર થતા પેટ્રોલ પંપના માલિક કાર લઈનેઙ્ગ જતા હતા તેમને શંકા જતા તેમણે પોતાની કાર ઉભી રાખી અને આ બે તસ્કરોને પડકાર આપતા આ તસ્કરોએ પેટ્રોલ પંપના માલિક સાથે ઝપાઝપી કરી અને તેમની કાર તેમજ તેમની પાસે રહેલ રોકડ સહિતનો મુદ્દામાલ લૂંટીને નાસી ગયા હતા. જો કે આ અંગે સત્ત્।ાવાર ફરિયાદ થઇ નથી પરંતુ હાલ પોલીસ લૂંટારૂઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
(1:02 pm IST)