સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

જામનગરનાં પૂર્વ સાંસદ-જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલને કોરોના

જામનગર, તા. પ : જામનગરના પૂર્વ સાંસદ અને ભાજપ અગ્રણી ચંદ્રેશભાઇ પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા ચિંતા પ્રસરી ગઇ છે.

એક સાચા લોકસેવક અને ભાજપા ના અગ્રણી એવા જિલ્લા પ્રમુખ તેમજ પાંચ ટર્મ સુધી સાંસદ તરીકે સેવા આપનાર  પૂર્વ સાંસદ સભ્યશ્રી ચંદ્રેશભાઈ પટેલ ને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવેલ છે અને તેઓને જી.જી. હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે,તેઓનું સ્વાસ્થ્ય ઝડપથી સારૃં થાય તે માટે ભાજપના આગેવાનો-કાર્યકરો પ્રાર્થના કરી રહ્યા છે.

(3:38 pm IST)