સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળના રહેણાંક વિસ્‍તારમાં ગેરકાયદે કોવિડ હોસ્‍પિટલની મંજૂરી આપતા સ્‍થાનિકોમાં રોષ ભભુકી ઉઠયો

ગીર સોમનાથ: વડામથક વેરાવળમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કોવિડ હોસ્પિટલની મંજૂરી મામલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુંદરમ એપાર્ટમેન્ટના સ્થાનિક મહિલાઓ, બાળકો એ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તો કોવીડ હોસપીટલ માટે પાર્કિંગ, ફાયર સેફટી સહિત ના નીતિ નિયમોને નેવે મૂકી મંજૂરી આપવા પેરવી હાથ ધરાઇ રહેણાંક મકાન ભાડે રાખી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા કવાયત હાથ ધરાતા 350થી વધુ રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા છે.

સ્થાનિકો દ્વારા કલેક્ટર સહિત જવાબદાર તંત્રને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. છતાં મંજૂરી આપવાની કાર્યવાહીથી લોકો માં રોષ ઉઠ્યો હતો અને જો મંજુરી અપાશે તો સ્થાનિકો દ્વારા આંદોલન અને કાયદાકીય લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મુદ્દે હજી પણ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.જો કે હાલ તંત્ર દ્વારા તમામ લોકોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(4:31 pm IST)