સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ધોરાજીમાં કોરોનાનો કાળો કેર વર્તાય રહ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક કોવિડ સેન્ટરની મંજૂરી આપો

ધોરાજી: ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના આરોગ્ય મંત્રી નિતિનભાઈ પટેલને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું

  ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ કરસનભાઈ માવાણી રમેશભાઈ શિરોયા જેન્તીભાઈ પાનસુરીયા બીપીન ભાઈ મકવાણા વિગેરે અગ્રણીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી ને આવેદનપત્ર પાઠવ્યું હતુંજેમાં જણાવેલ કે ધોરાજી શહેર અને તાલુકામાં કોરોના નું કાળ ચક્ર દિન-પ્રતિદિન કૂદકે અને ભૂસકે ફેલાઈ રહ્યું છે આજે કોરોના સંક્રમણ ના આંકડા 543 ઉપર અને મૃત્યુઆંક 29 ઉપર પહોંચવામાં છે ત્યારે ધોરાજી શહેરની વસતી એંસી હજાર આસપાસ છે ત્યારે વાસ્તવિકતાના આધાર ઉપર કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કદાચ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે હશે અને હજુ પણ સંખ્યા ક્યાં પહોંચે તે કલ્પના લોકોને ધ્રુજાવી મૂકે છે
  ધોરાજી શહેરમાં અત્યારે કોરોના ચેકિંગ બાબતનો કલેક્શન સેન્ટર ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઊભું કરવામાં આવ્યું છે જેમાં કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવે છે ત્યારે મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 2000 જેટલા સેમ્પલ લઇ રાજકોટ મોકલવામાં આવ્યા છે તેમજ 8000 જેટલા દર્દીઓનો ધોરાજી ખાતે સેમ્પલ કરવામાં આવ્યો છે આ રિપોર્ટ ધોરાજીમાં કેટલી હદ સુધી પ્રસરી રહ્યો છે તેનો અંદાજ આવી રહ્યો છે

   આવા સમયે ધોરાજીમાં કોરોના પોઝિટિવ ના દર્દીઓ વધારે જોવા મળી રહ્યા છે અને સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે ત્યારે ધોરાજી થી દર્દીઓને રાજકોટ ખાતે લઈ જવામાં આવે છે પરંતુ રાજકોટમાં મૃત્યુઆંક વધારે હોય અને દર્દીઓને આ બાબતનો વધુ ડર હોય જેથી રાજકોટ જવા માંગતા નથી અને ધોરાજીમાં રહે છે અને સંક્રમણ વધારે ફેલાય છે પરંતુ આ સંજોગોને ધ્યાનમાં લઇ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચાર માળનું બિલ્ડિંગ છે અને 56 બેડ ધરાવતી સરકારી હોસ્પિટલ કાર્યરત છે અને તમામ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે જેથી તાત્કાલિક અસરથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિદ સેન્ટર ચાલુ કરવામાં આવે તેવી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ની માગણી છે અને ધોરાજી સરકારી હોસ્પિટલમાં જે પ્રકારનો  ઘટતો સ્ટાફ અને ડોક્ટરો ઘટે છે તે પણ તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેવી પણ માગણી છે

  અંતમાં જણાવેલ કે ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર પાસે ધોરાજી ના લોકો ખૂબ મોટી અપેક્ષા રાખી છે યોગ્ય નિર્ણય તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલને કોવિડ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવે તેવી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ પાસે આવેદનપત્ર ની સાથે માગણી કરી હતી
આ બાબતે ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાની એ ખાતરી આપી હતી કે આ આવેદનપત્ર તાત્કાલિક રાજ્ય સરકાર સુધી પહોંચાડી દઈશ અને યોગ્ય થવા બાબતે વિનંતી કરીશ

(6:23 pm IST)