સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

મોરબીના નાગડાવાસ ગામે ન્હાવા ગયેલ યુવાન નદીમાં ડૂબ્યો : એનડીઆરએફ ટીમ દ્વારા તપાસ અભિયાન

યુવાન નાગડાવાસ અને ગુંગણ વચ્ચે આવેલ મચ્છુ નદીના ન્હાવા ગયો હતો

મોરબીના નાગડાવાસ ગામ નજીકની નદીમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબી ગયાની જાણ થતા એનડીઆરએફ ટીમ રવાના કરવામાં આવી હતી અને યુવાનની શોધખોળ ચલાવવામાં આવી રહી છે
મોરબીના જુના નાગડાવાસ ગામે રહેતા વિરાભાઈ સામદભાઈ લાબડીયા નામના યુવાન નાગડાવાસ અને ગુંગણ વચ્ચે આવેલ મચ્છુ નદીના ન્હાવા ગયો હતો અને ડૂબ્યો હતો જે બનાવની જાણ થતા મામલતદાર ડી જે જાડેજાએ તુરંત એનડીઆરએફ ટીમને રવાના કરી હતી અને એનડીઆરએફ ટીમે યુવાનની શોધખોળ ચલાવી છે જોકે સાંજ સુધી યુવાનનો પત્તો લાગ્યો ના હતો

(9:25 pm IST)