સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

દ્વારકામાં એમ્બ્યુલન્સ ચાલકે કરેલ ઉઘરાણા બાબતે ભાજપ શહેર પ્રમુખ મેદાને

આખરે અસરગ્રસ્તોને નાણાં પરત આપવાની થઇ શરૂઆત

દ્વારકાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પાસેથી ખંભાળિયા અને જામનગર સારવાર માટે લઇ જવાના ગેરકાયદે રીતે નાણાં ઉઘરાવનાર એમ્બ્યુલન્સ ચાલકના ભ્રષ્ટ્રાચાર બાબતે ભાજપ શહેર પ્રમુખ અને અન્યોએ રજૂઆત નાયબ કલેકટર અને તાલુકા હેલ્થ અધિકારીને રજૂઆત કરતા આખરે એમ્યુલન્સ ચાલાક દ્વારા નાનાં પરત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે   દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજય બુઝડ અને શહેરના સામાજિક આગેવાનોએ કોરોના દર્દીઓ પાસેથી ગેરકાયદે રીતે ભાડાની રકમ પડાવેલ હોવાની બહાર આવેલ વિગતો બાદ આ પ્રકારની અનેક કિસ્સાઓ બહાર આવતા અને ભોગ બનનારે પણ તેમની પાસેથી નાણાં લીધા હોવાનું જાહેર થયું છે

જેથી નાયબ કલેકટર ભેટારીયા અને હેલ્થ ઓફિસરને રજૂઆત બાદ હવે ઘીના ઠામમાં ઘી નાખી દેવા નાણાં પરત ચુકવવામાં આવી રહ્યાં છે

(11:56 pm IST)