સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th October 2022

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા બે દિવસ મોરબીના પ્રવાસે, નવરાત્રી મહોત્સવ-ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે.

મોરબી : શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે છે.

આજે તા.૦૪/૧૦/૨૦૨૨ ના રોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોરબીની વિવિધ વોર્ડની નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. તેમજ તા.૦૫/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરસ્વતિ નિકેતન, જોધપર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તથા સાંજે ૫:૦૦ કલાકે પાટીદાર ગરબી ખાતે શિક્ષક પરિવાર દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે.

(1:08 am IST)