સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th October 2022

જામનગરમાંથી 10 કિલો એમડી સાથે એક આરોપીની ધરપકડ : એનસીબી અને નેવીનું સંયુક્ત ઓપરેશન

ગુજરાત પોલીસ સહિત અનેક એજન્શીઓ પણ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને દરિયામાંથી ડ્રગ પકડીને મોટી કાર્યવાહી કરી રહી છે. તેવામાં એનસીબી અને નેવી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુજરાતના જામનગરમાંથી 10 કિલો એમડી સાથે એક  આરોપીની ધરપકડ કરી લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  આ ડ્રગ આરોપીએ  મુંબઈથી મંગાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને એનસીબી એ મુંબઈ સહિત દેશભરમાં અલગ-અલગ જગ્યાએ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે NCB ની હાલ પણ કાર્યવાહી શરૂ છે અને રાત સુધીમાં અન્ય ડ્રગ પેડલરો સહિત અન્ય ડ્રગ પણ કબ્જે થઈ શકે છે. આ કાર્યવાહીને લઈ આ ડ્રગ માફિયાઓની ચેઈન ક્યાં સુધી ફેલાયેલી છે તે જાણવા માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

(1:10 am IST)