સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 5th December 2022

ઠંડી વચ્ચે કચ્છના ખાવડા નજીક ૨.૬ ની તીવ્રતાનો:ભૂકંપનો આંચકો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫

 શિયાળાની ઠંડી સાથે જ એક બાજુ કચ્છમાં ઉષ્ણતામાનનો પારો નીચે જઈ રહ્યો છે. બીજી બાજુ ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આજે વહેલી પરોઢે ૪.૧૭ વાગ્યે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગુજરાત સિસ્મોલોજી કચેરીના જણાવ્યાનુસાર ખાવડા નજીક ઉત્તર પૂર્વમાં ૨.૬ મેગનીટયુડ નો આંચકો નોંધાયો હતો. કચ્છના રણમાં અનુભવાયેલ આંચકો હળવો હતો કોઈ નુકસાનીના સમાચાર નથી. ૨૦૦૧ ના ભૂકંપ બાદ કચ્છમાં આવેલ ભૂકંપના ત્રણ મુખ્ય ફોલ્ટમાં હળવાથી મધ્યમ ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. આ આંચકો ૨૦૦૧ ના ભૂકંપ દરમ્યાન કેન્દ્ર બિંદુ રહેલા કચ્છના રણ વિસ્તારમાં અનુભવાયો છે.

(9:56 am IST)