News of Monday, 6th February 2023
એક જ પરિવારના પિતા - પુત્ર અને પુત્રવધુની હત્યા
સુરેન્દ્રનગર જીલ્લાના ફુલગ્રામ ગામમાં ખેતરનાં રસ્તે ચાલવા બાબતે ડખ્ખો થતાં મારામારી : આરોપીઓની શોધખોળ
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૬ : સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામની સીમમાં એકસાથે ૩ વ્યકિતની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે ખેતરના રસ્તામાં ચાલવા બાબતે આજે શેઢા પાડોશીઓ વચ્ચે લોહીયાળ ધીંગાણુ ખેલાયુ હતું. જેમાં એક સાથે પિતા - પુત્ર અને પુત્રવધુની હત્યા કરીને આરોપીઓ નાસી છૂટયા હતા.
આ બનાવની જાણ થતા વઢવાણ તાલુકા પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે. અને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. નાના એવા ફુલગ્રામ ગામમાં ૩ વ્યકિતની હત્યાથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
(4:08 pm IST)