સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th April 2021

તળાજા પંથકમાં હેવાનીયત ભર્યુ દુષ્કર્મ આચરનાર બનાવટી 'મામો' ઝડપાયો

પોલીસે સાયોગીક પુરાવા માટે FSL અધિકારીની મદદથી બનાવ સ્થળેથી ગોદડું ત્યાં પડેલ લોહી, ધાતુ કબ્જે લીધા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૬ : ભાવનગર જિલ્લાના તળાજા પો.સ્ટે નીચે આવતા ગામડાની ધો.૧૦ની વિદ્યાર્થીની ઘરે એકલીજ હોય તેનો લાભ લઇ વિદ્યાર્થીનીને 'ભાણકી' કહી બનાવટી મામાએ મારમારી ગળાપચી દબાવી, બેભાન કરી આચરેલ દુષ્કર્મના આરોપીને ઝડપી લેવામાં તળાજા પોલિસે બિછાવેલ ઝાળને લઈ સફળતા મળી છે.

ધો.૧૦મા અભ્યાસ કરતી સગીરાપર હેવાનીયત રીતે દુષ્કર્મ આચર્યાની ઘટના ગઈકાલે તળાજા પોલિસ સમક્ષ આવ્યા બાદ પોલીસે ભાવનગર સારવાર લઈ રહેલ સગીરાની બહેનની ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણથતા જ તળાજા ઇન્ચાર્જ પો.ઇ જે કે મૂળિયા, લક્ષમણભાઈ આહીર, અતુલભાઈ મેસરિયા સહિતના સ્ટાફને આરોપીની શોધખોળ સાથે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી. જેમાં હેવાનીયત ભર્યું દુષ્કર્મ આચરનાર વિરૂદ્ઘ સજ્જડ પુરાવા એકઠા કરવા માટે જે રૂમમાં સગીરાને માર મારવામાં આવ્યો, સગીરાનું ગળું દબાવતા નાકમાંથી લોહી નીકળી ગયેલા તે લોહી, ગોદડું, આરોપીનું સ્ખલન થયેલ વીર્ય સહિતની વસ્તુ બનાવવાળી જગ્યાએથી એફ.એસ.એલ અધિકારીની મદદ થી કબ્જે લેવાઈ હતી.

પોલીસે હાથ ધરેલ તપાસ માં એવું પણ ખુલવા પામેલ કે આરોપી શિવો મેર બારેક વર્ષ પહેલા સગાદાદાની હત્યાના કેસમાં જેલમાં જઇ આવેલ.એ સમયે જેલમાં તળાજાના દકાના ગામે દડ વિસ્તારમાં એક સાધુની થયેલ હત્યાના આરોપી દકાના ગામના હોય તેની મુલાકાત જેલમાં થઈ હતી.અને તે દોસ્તીમાં પરિણમી હતી.જેને લઈ દુષ્કર્મનો આરોપી શિવો મેર પરમ દિવસે રાત્રે દકાના ગામે રહેતા જેલમાં થયેલ દોસ્તીને લઈ આવેલ. રાત રોકાયેલ સવારે વહેલો ઉઠી દકાનાથી બાઈક લઈ સગીરાના ઘરે ગયેલ.એકલી સગીરા ને જોઈ 'ભાણી ચા મુક' તેમ કહેતા સગીરા ચા મુકવા જતા બારણું બંધ કરી, રૂમમાં પુરી મારમારી, સગીરા બે ભાન થઈ ત્યાં સુધી ગળાપચી દબાવી, નાકમાંથી લોહીવહેવા લાગેલ. સગીરા બેભાન થઈ જતા એ અવસ્થામાં હેવાનીયત ભર્યું દુષ્કર્મ આચરી આરોપી શિવો મેર નાશી છૂટયો હતો.

પોલીસે દકાના ગામે જયાં જેની સાથે રોકાયેલ તે વ્યકિતનું નિવેદન લીધેલ. જેમાં ખુલવા પામેલકે આરોપી શિવાના મામા ટીમાંણાં ગામે રહેછે. તેનું બાઈક લઈને શિવો અહીં આવેલ હતો. આથી ટીમાંણાં ગામે ખેત મજુરી કરતા આરોપી ના મામાનું નિવેદન લીધેલ.જેમાં આરોપી એ બાળા પર દુષ્કર્મ ગુજારી દારૂ પીને ટીમાંણાં આવેલ. ત્યાંથી રિક્ષામાં બેસી રફુચક્કર થઈ ગયેલ. પોલીસે એકપછી એક કડીઓ, લોકોની પૂછપરછ કરતા આજે જેસર નજીક ઠાકરધણી હોટલ પર થી દબોચી લીધો હતો. આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી કાનૂની કાર્યવાહી હાથધરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યુંહતું.

(11:45 am IST)