સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th April 2021

કચ્છમાં પોણા ત્રણ મહિને કોરોના વિસ્ફોટ, ૩૦ કેસ અને ૧ મોત

ચુંટણી પછી હવે કોરોના સામે જાગૃત રહેવા સૂચના આપતા વાહનો ફરે : ચૂંટણીઓ પછી જ ઉછાળો, કન્ટેનમેન્ટ ઝોન વધ્યા પણ ચોપડે કેસ ઓછા, મૃત્યુ આંક સામે પણ લોકોના સવાલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૬ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન સરકારની મીઠી નજર અને સભાઓ, રેલીઓ સામે તંત્રએ આંખે પાટા બાંધ્યા બાદ હવે કોરોના સામે લોકોને જાગૃતિ દાખવવા વાહનો સાથે સૂચના આપવામાં આવી રહી છે. જોકે, કચ્છ જિલ્લામાં સૌથી મોટો સવાલ કોરોનાના આંકડાઓ સામે છે. કન્ટેનમેન્ટ ઝોન અને સ્થાનિકે દર્શાવાતા દર્દીઓની સંખ્યા વચ્ચે, મોતના આંકડાઓ વચ્ચે ખૂબ જ મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. પ્રજા લાંબા સમયથી કોરોનાની કહેરનો અનુભવ કરી રહી છે. જોકે, હવે ગઇકાલે એકાએક કચ્છમાં ૩૦ પોઝિટિવ દર્દીઓ અને એક મોત તંત્ર દ્વારા દર્શાવાયા છે. જે છેલ્લા પોણા ત્રણ મહિનામાં સૌથી વધુ છે. સવાલ રોગચાળા અંગે -જાને જાગૃત કરવાનો હોય તો -જાને વિશ્વસનીય માહિતી સાથે કોરોના સામે મક્કમ મનોબળ સાથે લડત આપવા તૈયાર કરવાની જરૂરત છે.

(11:46 am IST)