સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th April 2021

લોહાણા સમાજને અન્યાય મુદ્ે સી.આર. પાટીલને રજૂઆત કરવા વાંકાનેરમાં નિર્ણય

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૬ :.. વાંકાનેરમાં લોહાણા સમાજના હોદેદારોની જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ હતી.

આ મીની સંમેલનમાં તાલાળાના યોગેશભાઇ ઉનડકટ, મુકેશભાઇ પુજારા, કોડીનાર, નિરવભાઇ મહેતા-રાજકોટ, પ્રકાશભાઇ ઠકરાર-ગોંડલ, ગીરીશભાઇ ઘેલાણી-મોરબી, ચંદ્રવદનભાઇ પુજારા -મોરબી, મુકેશભાઇ ઠકકર-વિરમગામ, સમીરભાઇ રાજાણી-રાજકોટ, ભીખાલાલ પાંઉ-કુવાડવા, અશોકભાઇ પોપટ-મીઠાપુર, મોહનભાઇ બારાઇ-ઓખા, રાજુભાઇ પુજારા-બાવળા, રાકેશભાઇ-પુજારા-અમદાવાદ, જયેશભાઇ મોદી-જામખંભાળીયા, કીરીટભાઇ ભીમજીયાણી-રાજકોટ, અભિષેક દેવાણી-કેશોદ.

ચંદ્રકાંતભાઇ કટારીયા-ટંકારા, ભાવીન સેજપાલ-ટંકારા, મોહીતભાઇ નથવાણી-રાજકોટ, ભરતભાઇ ચોલેરા-જામનગર, ચંદુભાઇ ઓંધીયા-વિરપુર, નવીનભાઇ પુજારા-શાપર, પુનીતભાઇ ગોવાણી-સુરેન્દ્રનગર, ધર્મેશભાઇ કાનાબાર-સુરેન્દ્રનગર સહિતના અગ્રણીઓ તથા મહાજન અને યુવક મંડળના હોદેદારો વાંકાનેરના અગ્રણી જીતુભાઇ સોમાણી, વિનુભાઇ કટારીયા, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉપપ્રમુખ રમેશભાઇ અખેણી, ગીરીશભાઇ કાનાબાર, મહેશભાઇ રાજવીર, નિવૃત મામલતદાર આર. ટી. કોટક, ચંદુભાઇ હાલાણી, જગદીશભાઇ પુજારા-રાજકોટ, ભરતભાઇ ભીંડોરા-રાજકોટ, ઉત્તમભાઇ રાજવીર લોહાણા યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા અને તેમની ટીમ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા ગામથી રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

વાંકાનેરના લોહાણા સમાજના અગ્રણી જીતુભાઇ સોમાણી, સામે રખાતા રાગદ્રોહ અંગે સંમેલન સ્થળેથી જ પ્રકાશભાઇ ઠકરારે લોહાણા સમાજની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઇ વિઠલાણીને ફોન દ્વારા વાકેફ કરતા સતિષભાઇએ પણ આ કીન્નાખોરી સામે અસંતોષ વ્યકત કર્યા હતો અને બાબતે સૌરાષ્ટ્રના રઘુવંશી સમાજને પ્રતિનિધી મંડળ સાથે પધારવા અને આ બાબતે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલને શ્રી લોહાણા મહાપરિષદનાં નેતૃત્વ હેઠળ રૂબરૂ રજૂઆત કરવા તૈયારી દર્શાવી હતી.

(11:51 am IST)