સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

મોરબી: પંચાસર ચોકડી પાસે ઈંગ્લીશ દારૂ સાથે ૨ આરોપી ઝડપાયા

મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ચાસર ચોકડી નજીક પાણીના ટાંકા પાસે થી બંનેને ઝડપી લીધા

 મોરબીમાં પંચાસર ચોકડી પાસે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા ૨ ઈસમોની મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર  મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ચાસર ચોકડી નજીક પાણીના ટાંકા પાસે પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી  કેતનદાન મહેદ્રદાન બારહટ અને જુબૈરભાઈ ઉર્ફે બબુ મહેબુબભાઈ માયક પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ની રોયલ ચેલેન્જ પ્રીમીયમ સીલેકટ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલ નંગ.૧ કિ રૂ,૫૨૦  તથા મેકડોલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કી ઓરીઝનલ ની ૭૫૦ એમ એલ ની કંપની શીલબંધ બોટલ નંગ-૩ કુલ કિ રૂ ૯૦૦/- એમ કુલ બોટલો નંગ-૪ કુલ કિ.રૂ.૧૪૨૦/-નો મુદામાલ પોતાના કબ્જામાં વેચાણ કરવા અર્થે રાખી મળી આવ્યા હતા. જેથી પોલીસે બન્નેની ધરપકડ કરીને પ્રોહી કલમ ૬૫-A-A, ૧૧૬-B,૮૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:11 pm IST)