સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવાઈ: જગતમંદિર પ્રશાસન દ્વારા નિર્ણય

એક વર્ષ અગાઉ તૌકતે વાવાઝોડામાં દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી

અમદાવાદ :  હવામાન વિભાગની આગાહીને પગલે આજે દ્વારકા પંથકને મેઘરાજાએ ધમરોળી નાખ્યો હતો. દ્વારકા જિલ્લામાં વીજળીના કડકા ભડાકા અને તોફાની પવન સાથે સમગ્ર પંથકમાં સચરાચર મેઘ મહેર જોવા મળી હતી. તેવામાં ભારે વરસાદને લઈને જગતમંદિર પ્રશાસન દ્વારા સુરક્ષાના ભાગરૂપે દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી.

 નોંધનિય છે કે, મંદિર શિખર પર દરરોજ પાંચ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. પરંતુ આજે અવિરત વરસાદને પગલે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. તંત્રની સલાહને લઈને નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

 નોંધનિય છે કે, એક વર્ષ અગાઉ તૌકતે વાવાઝોડામાં દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી વખત દ્વારકાધીશ મંદિર પર અડધી કાઢીએ ધજા ફરકાવવામાં આવી છે. 

(12:04 am IST)