સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

કંડલાથી મુંબઈ જતી સ્પાઈસ જેટની ફલાઇટમાં આકાશમાં ઉડ્ડયન દરમ્યાન વીન્ડશિલ્ડમાં તિરાડ: મુંબઈમાં પ્રાયોરીટી લેન્ડિંગ

૨૩ હજાર ફૂટની ઊંચાઈએ તિરાડ, સદનસીબે કોઈ દુર્ઘટના નહીં, વિમાનમાં ૬૮ પ્રવાસીઓ હતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬

કચ્છના કંડલાથી મુંબઈ જઈ રહેલી સ્પાઇસ જેટ ની ફલાઇટમાં આકાશમાં ઉડ્ડયન દરમ્યાન ૨૩ હજાર ફૂટની ઊંચાઈએ પાયલોટની કેબિનમાં આવેલ વિન્ડશિલ્ડના કાચમાં તિરાડ પડી હતી. જ્યારે પાયલોટ ના ધ્યાનમાં આવ્યું ત્યારે વિમાન આકાશમાં ૨૩ હજાર ફૂટની ઊંચાઈએ ઊડી રહ્યું હતું. જોકે, વિમાન મુંબઈ પહોંચવાની તૈયારીમાં હતું. દરમ્યાન પાયલોટ દ્વારા સાવધાની વર્તી હવાનું દબાણ ચેક કરાયું હતું જોકે, હવાનું દબાણ ઓછું હોઈ જોખમ જણાયું નહોતું. તેમ છતાંયે પાયલોટે સાવચેતી દાખવી મુંબઈ એરપોર્ટ એર ટ્રાફિક ઓથોરિટી ને જાણ કરી પ્રાયોરીટી લેન્ડિંગ ની મંજુરી માંગી હતી. જેને અનુલક્ષીને મંજૂરી મળતાં વિમાન સફળતાપૂર્વક ઉતરી જતાં દુર્ઘટના ટળી ગઈ હતી. વિન્ડશિલ્ડમાં બહાર અને અંદર બે કાચના આવરણ હોય છે અને વચ્ચે પ્લાસ્ટિક નું લેયર હોય છે જે ટેમ્પરેચર ને મેઈનટેઈન કરે છે. આ વિમાનમાં બહાર નો કાચમાં તિરાડ પડી હતો જો ત્રણેય લેયર માં તિરાડ પડે તો દુર્ઘટના સર્જાઈ શકે. આ ફલાઇટમાં ૬૮ પ્રવાસીઓ હતા. આ ઘટનાની તપાસનો આદેશ અપાયો છે.

(10:04 am IST)