સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ઉના ગુપ્‍તપ્રયાગમાં ગાય-કૂતરાઓને લાડુ

ઉના : ઉનાથી ૭ કિ.મી. દૂર પ્રાચીન ગુપ્‍તપ્રયાગ તિથસ્‍થાનમાં બળદેવજી અને નૃસિંહ મંદિરના મહંત વિવેકાનંદબાપુ તથા પૂ.મુકતાનંદબાપુ દ્વારા સંચાલિત દાદાનું ઘર વૃધ્‍ધાશ્રમના વડિલો દ્વારા ૧૦ મણ ઘઉંના લોટ, ગોળ, અને સૂકોમેવો ઉમેરી ૩૦ મણ લાડવા બનાવી ગુપ્‍તપ્રયાગની ગૌશાળા, દેલવાડાની ગૌશાળા તથા રસ્‍તા હરતી ફરતી ગૌમાતા, કુતરાઓને લાડવા ખવડાવી અને સર્વત્ર મેઘરાની કૃપા વરસે આવતુ વરસ સારૂ સુખ-સમૃધ્‍ધિ-શાંતિપૂર્વક  જાય. જીવ માત્રનું કલ્‍યાણ થાય તે માટે સ્‍વામી વિવેકાનંદ બાપુ વડીલોએ પોતાના હાથે ગૌમાતાને જમાડી પ્રાર્થના કરી આર્શિવાદ મેળવ્‍યા હતા. તે તસ્‍વીર. 

(10:30 am IST)