સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

વાંકાનેર તથા તાલુકા પંથકમાં સવા ઇંચથી વધુ વરસાદ

 વાંકાનેર : શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં અસહ્ય ગરમી અને ઉકળાટથી અકડાઇ રહેલી પ્રજાના હૈયે ટાઢક આપવા ગઇ સાંજે મેઘરાજાનું આગમન થયેલ હતું. જે સાંજના છ વાગ્‍યા સુધીમાં ૩૩ મી. મી. જેટલો વરસાદ પડેલ એટલે સવા ૧ા ઇચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્‍યારે તાલુકા પંથકમાં પણ સારો વરસાદ પડયાના વાવડો છે. વરસાદ બાદ ગરમીમાં થોડી રાહત ઠંડુ વાતાવરણ જોવા મળી રહેલુ છે. ઓછો વરસાદ હોવા છતાં પ્રતાપ રોડ પર આવેલ હજરત દિનદારશાહ પીરની દરગાહ પાસે પાણી ભરાય ગયા હતા તે તસ્‍વીરમાં જોવા મળી રહ્યા છે. (તસ્‍વીર : લિતેશ ચંદારાણા -વાંકાનેર)

 

(10:44 am IST)