સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

થાણાપીપળીમાં ૧ કલાકમાં ૬ ઇંચ

ગામમાં ગોઠણબૂડ પાણી ભરાતા દિવાલ ધસી પડી

જુનાગઢ તા. ૬ :.. વંથલીના થાણાપીપળી ગામે ૧ કલાકમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળ બંબાકાર થઇ ગયું હતું. બપોરના ૧ર થી ૧ કલાક વચ્‍ચે વરસાદ પડતા વોંકળા અને ખેતરના પાણી ગામમાં ફળી વળ્‍યાં હતાં. સમગ્ર ગામમાં ગોઠણ ડૂબ પાણી ભરાઇ જતા ગામની મેઇન બજારમાં દીવાલ ઘસી પડી હતી. સદનસીબે જાનહાની ટળી હતી.

 

(10:46 am IST)