સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ઉમિયાધામ સિદસર દ્વારા ૨૫૧ કળશ પૂજન સાથે ‘માં ઉમા કળશ' યોજનાનો પ્રારંભ

૨ લાખ પરિવારોને સાંકળતી માં ઉમા કળશ યોજના થકી આત્‍મનિર્ભર સમાજ નિર્માણની દિશામાં કદમ : જગતજનની ઉમિયા માતાના સાનીધ્‍યમાં કળશ પૂજન સાથે વેણું નદીના જળની પૂજાવિધીમાં હજારો ભાવિકો જોડાયાઃ તીર્થભૂમી ઉમિયાધામમાં રંગ ચંગે ઉજવાયો કળશ પૂજન મહોત્‍સવઃ મંદિર પટ્ટાંગણમાં સાથિયાની રચના થકી કળશ પૂજન

રાજકોટઃ વેણું નદીના કાંઠે પાવનભૂમી સિદસર ખાતે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના સાંનિઘ્‍યમાં સોરાષ્‍ટ્રભરના બે લાખ પરિવારોને સાંકળતી માં ઉમા કળશ યોજનાનો રપ૧ કળશ પૂજન સાથે કરાયો હતો.
તાજેતરમાં જ ઉમિયાધામ સિદસર ખાતે રજત જયંતિ દશાબ્‍દી મહોત્‍સવમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે માં ઉમા કળશ યોજના તરતી મુકવામાં આવી હતી. ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખ ચિમનભાઈ સાપરીયા, જગદીશભાઈ કોટડીયા એ જણાવ્‍યુ છે કે પાટીદાર સમાજના ઉત્‍કર્ષ માટે ઉમિયાધામ સિદસર દ્વારા અનેકવિધ પ્રવૃતિઓ થઈ રહી છે ત્‍યારે મા ઉમા કળશ યોજના અંતર્ગત મા પધાર્યા મારે ધેર ના ભાવ સાથે પોતાના ઘેર કળશનું સ્‍થાપન કરશે તેમજ સ્‍થાપિત કળશમાં પરિવારના સભ્‍યોદીઠ દૈનિક ઓછામાં ઓછા એક રૂપીયાથી લઈ યથાશકિત રકમનું યોગદાન આપવા સંક૯પ કરે તેવી ભાવના સાથે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા મા ઉમા કળશ યોજના અમલી બનાવાય છે. આ યોજનાને આગામી ૧ વર્ષમાં સોરાષ્‍ટ્રભરના ર લાખ પરિવાર સુધી તબકકાવાર જે તે જી૯લા, તાલુકા, ગ્રામ્‍ય ઉમિયા પરિવાર સંગઠન સમિતિના માઘ્‍યમથી પહોંચાડવાની નેમ છે.
ઉમિયાધામ સિદસર ખાતે  મા ઉમિયાના ચરણોમાં રપ૧ કળશ પૂજન દ્વારા   મા ઉમા કળશ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખ ચિમનભાઈ સાપરીયા, મા ઉમા કળશ યોજનાના ચેરમેન જગદીશભાઈ કોટડીયા, ટ્રસ્‍ટીઓ મનસુખભાઈ પાણ, રમણીકભાઈ ભાલોડિયા, જયંતિભાઈ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા, પરસોતમભાઈ ફળદુ, નાથાભાઈ કાલરીયા, મુળજીભાઈ ભીમાણી, ભુપતભાઈ ભાયાણી, દિલીપભાઈ ઘરસંડીયા, રાજનભાઈ વડાલીયા, રમેશભાઈ રાણીપા, પ્રભુદાસભાઈ કણસાગરા, પ્રભુદાસભાઈ ભેંસદડિયા,  મહિલા ટ્રસ્‍ટીઓ શોભનાબેન પાણ, નીશાબેન વડાલીયા, સોનલબેન ઉકાણી, નીપાબેન કાલરીયા, ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ રાબડિયા, મહિલા સમિતિના સરોજબેન મારડીયા, યુવા સમિતિના ધર્મેન્‍દ્રભાઈ ઉકાણી, કાંતીભાઈ ઘેટીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, નરશીભાઈ માકડીયા, સહીતના ટ્રસ્‍ટીઓ, દાતાઓ, કારોબારી સભ્‍યો, સંગઠન સમિતિના સભ્‍યો, મંદિરની વિવિધ સમિતિના સભ્‍યો ઉપસ્‍થિત રહયા હતા. પૂજન વિધિમાં બહેનો લાલ સાડીમાં તથા ભાઈઓ પીળા કુર્તા પાયજામાં સજજ થઈ સામેલ થયા હતા. ઉમિયા માતાજીના સાનીઘ્‍યમાં મંદિર પટ્ટાંગણ ખાતે સાથિયા સ્‍વરૂપે કળશની રચના ગોઠવી ૧૧ બ્રાહમણો દ્વારા શાસત્રોકત મંત્રોચ્‍ચાર સાથે કળશની પૂજનવિધિ સમગ્ર યોજનાના ચેરમેન જગદીશભાઈ કોટડીયા પરિવાર તથા મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. જયારે વેણુંનદીના જળની પૂજનવિધી મનસુખભાઈ પાણ અને રાજનભાઈ વડાલીયા પરિવાર દ્રારા કરવામાં આવી હતી. પૂજનવિધિ પૂર્વ મહિલા સમિતિની બહેનો અને છાત્રાલયની દિકરીઓ દ્રારા કળશ અને જવારાની ભવ્‍ય શોભાયાત્રા માતાજીના રથ સાથે યોજાઈ હતી.
 ઉમિયા માતાજી મંદિર સિદસરના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે માં ઉમા કળશ યોજના વન વિઝન, વન મિશનના ભાગરૂપે કળશ યોજનાનો હેતુ સમાજને સાંકળવાનો છે. આ યોજના પ્રાથમિક ધોરણે રાજકોટ શહેરના રપ હજાર પાટીદાર પરિવારોને જોડવા માટેનું આયોજન હાથ ધરાયુ છે. આ કળશ યોજના થકી પ્રત્‍યેક પાટીદાર પરિવાર દરરોજનો ૧ રૂપિયા લેખે વર્ષના ૩૬પ રૂપિયા નિધિ જમા કરાવશે. સમાજ ઉત્‍કર્ષની વિવિધ પ્રવૃતિઓમાં વપરાતી આ રકમ માં સમાજના દાતાઓ, ભામાશાઓ, શ્રેષ્‍ઠીઓ ની સાથો-સાથ શહેર, ગ્રામ્‍ય, તાલુકા કક્ષાનો મઘ્‍યમવર્ગીય પરિવાર પણ પોતાનું આર્થિક યોગદાન આપી આ કળશ યોજના માં સહભાગી બની શકે મા ઉમા કળશ યોજના થકી એકત્ર થયેલી નિધી ઉમિયાધામ સિદસર દ્રારા સામાજીક, શૈક્ષણિક અને આરોગ્‍ય ક્ષેત્રે નિર્ધારીત વિવિધ પ્રોજેકટોમાં વપરાશે. તેમ પ્રેસ એન્‍ડ મિડીયા સમિતિ-સિદસરના રજનીભાઈ ગોલની યાદીમાં જણાવાયુ છે.

 

(10:51 am IST)