સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ભાવનગરમાં પોણા બે, મહુવામાં બે, તળાજામાં અડધો ઇંચ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬ : ભાવનગર શહેરમાં પોણા બે ઇંચ, મહુવામાં બે ઇંચ અને તળાજામાં અડધો ઈંચ વરસાદ પડ્‍યો છે. જયારે જિલ્લાના અન્‍ય તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ પડયો છે.

આજે બુધવારે સવારથી જ શહેરમાં ઘટાટોપ વાદળો છવાયેલા છે અને શહેરમાં ધીમીધારે મેઘસવારી ચાલુ થઈ છે.

ભારે વરસાદ વરસાદની આગાહી વચ્‍ચે ભાવનગર જિલ્લામાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. શહેરના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયા હતા.

આજે સવારેᅠ છ વાગે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ભાવનગર શહેરમાં ૪૨ મી.મી, મહુવામાં ૪૫ મીમી, તળાજામાં ૧૪ મીમી, પાલીતાણામાં ૫ મીમી, વલ્લભીપુરમાં ૨ મીમી, ગારીયાધાર, ઘોઘા અને સિહોરમાં એક- એક મી.મી વરસાદ નોંધાયો છે.

(11:34 am IST)