સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ભાવનગરના શેત્રુંજી ડેમમાં એક ફૂટ નવા નીરની આવક

ભાવનગર તા.૬ : ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્‍ચે અમરેલી અને ગીરમાં ભારે વરસાદ વરસતા ભાવનગરના પાલિતાણા નજીકના શેત્રુંજી ડેમમાં છેલ્લાં ૨૪ કલાકમાં સપાટીમાં એક ફૂટનો નોંધપાત્ર વધારો થયો છે.

સૌરાષ્ટ્રના સૌથી વિશાળ જળાશયની સપાટી વધીનેᅠ ૨૨.૧૧ ફૂટ થઈ ગઈ હતી.ᅠ આ ડેમમાં ઉપરવાસના જળષાાવ ક્ષેત્રમાંથી ૫૬૮૪ ક્‍યુસેક પાણીની આવક શરૂ છે. શેત્રુંજી ડેમમાં એક ફૂટ નવા પાણીની આવક થઇ છે.

(11:34 am IST)