સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ધ્રાંગધ્રાના કોંઢ ગામે લમ્‍પીવાઇરસ ફરી વળ્‍યોઃ ૧૬૦ ગાયના મોત

રોગચાળાના લીધે પશુપાલકો ઘર બાર છોડી અન્‍યત્ર ચાલવા લાગતા ગામ પણ ખાલી થવાની ભિતી : ગાયોના મૃતદેહ રઝળતા નજરે પડયાઃ કોંઢ ગામે તંત્ર દોડી ગયું: ભારે અરેરાટી સાથે પશુપાલકોમાં રોષ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૬ : હાલમાં ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામ ખાતે માલધારીઓના પશુઓમાં આ વાયરસ ફેલાયો છે અત્‍યારે હાલમાં માલધારીઓના પશુધન પણ રીબાઇ રિબાઈને મરી રહ્યા છે અને માલધારીઓ પશુઓના મૃતદેહ જોઈ અને રડી પડે છે.  ત્‍યારે સરકારી તંત્ર કે સરકારી પશુઓના ડોક્‍ટરની ટીમો ગાંધીનગરથી રવાના કરવી જોઈએ તાત્‍કાલિક અસરે અને માલધારીઓના પશુધનને બચાવવા માટે પૂરતા પ્રયત્‍નો કરવા જોઈએ તેવી હાલમાં માલધારીઓની માંગ ઉઠી છે ત્‍યારે હાલમાં ૧૬૦ થી વધુ પશુઓના વાયરસના કારણે મોતની પ જીયા છે. ગામમાં પણ અરેરાટીના માહોલ સર્જાવા પામ્‍યો છે અને આ રોગના કારણે લોકો પોતાના ઘરબાર છોડી અને ત્‍યાં સુધી આ રોગ કાબુમાં ન આવે ત્‍યાં સુધી અન્‍ય જગ્‍યાઓ પર જતા રહેતા ગામ પણ ખાલી થવાની ભીતિ વર્તાઈ રહી છે ત્‍યારે તાત્‍કાલિક તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માલધારીઓમાંથી માંગણી ઉઠવા પામી છે.  ᅠઆᅠ લંપસીવાયરસની શરૂઆત વઢવાણથી છ માસ પહેલા થયેલી અને આ રોગને માલધારીઓએ તાત્‍કાલિક અસરે કાબૂમાં લઈ અને તેના માલને બચાવી લેવામાં આવ્‍યો હતો ત્‍યારે એ સમયે નિવૃત્ત પશુ ડોક્‍ટર મોરીએ જણાવ્‍યું હતું કે આ વાયરસ પશુઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને આ પશુને જે ઇન્‍જેક્‍શન મારવામાં આવે છે તે બહુ મોંઘી કિંમતના ઇન્‍જેક્‍શન આવે છે પણ આ ઇન્‍જેક્‍શન મારવાથી આ રોગ કાબુમાં આવી શકે છે આ રોગના લક્ષણો પ્રથમ પશુઓને શરીર ઉપર નાના-નાના પુડલા જોવા મળે છે અને ત્‍યારબાદ આખા શરીર ઉપર આ રીતના ફોડલા થઈ જાય છે અને આખો દિવસ શરીરમાં તાવ રહે ખાવા પીવાનું બંધ કરે આ રીતે આ રોગની શરૂઆત સાથે ચાર પાંચ દિવસ કે આઠ દિવસમાં પશુનું મોત થાય છે તેવું જણાવ્‍યું હતું ત્‍યારે વઢવાણ તાલુકાના કોઠારીયા ગામમાં પણ ૨૫ જેટલી ગાયોને આ વાયરસનો ભોગ બની હતી પરંતુ સમયસર દવાના કારણે ગાયોના મોત નીપજયા ન હતા ત્‍યારે આ રોગની શરૂઆત વઢવાણ તાલુકામાંથી થઈ છે.
 આ રોગ માખી અને મચ્‍છરથી ફેલાય છે તેવું હાલમાં પશુ ડોક્‍ટરે જણાવ્‍યું છે અને આ વાયરસની આ રોગ ફેલાય છે અને એક ગાય પાછળનો રૂપિયા ૧૫૦૦ નો દરરોજનો દૈનિક ખર્ચ થાય છે જેના કારણે માલધારી સમાજ પોતાના પશુધનની આવી મોંઘી સારવાર કરાવી શકતો ન હોવાના કારણે પણ પશુઓ મોતને ભેટી રહ્યા હોવાનું પણ હાલમાં ચર્ચા રહ્યું છે ત્‍યારે એન્‍ટિબાયોટિક અને બીજી બે જાતની કેપ્‍સુલો જે સવાર સાંજ અને બપોરે દેવાની હોય છે પરંતુ આ દવા પશુપાલકોને મોંઘી પડતી હોવાના કારણે જે પશુઓને આ દવા આપી શકતા નથી જેના કારણે પણ આ રોગ વધુ વકર્યો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
હાલમાં જયારે આજે આ પશુઓમાં રોગચાળો ફેલાયો હોવા છતાં પણ કોંઢ ગામમાં પશુઓનું દવાખાનું પણ બંધ હાલતમાં છે જે હજુ સુધી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્‍યું નથી અને જિલ્લા કલેકટર તેમજ મામલતદાર ની ટીમો ત્‍યાં પહોંચી ન હોવા છતાં પણ બધું બરાબર ચાલતું હોવાનું જણાવી રહી છે ત્‍યારે હાલમાં પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

(11:28 am IST)