સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

માંગરોળમાં સવારથી અનરાધાર : બે કલાકમાં ૪ ઇંચ

મેંદરડામાં પણ અડધો ઇંચ : માંગરોળના નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૬ : જૂનાગઢ જિલ્લામાં આજે પણ મેઘ મહેર ચાલુ રહેતા સવારે માંગરોળ અને મેંદરડા પંથકમાં વધુ અર્ધો-અર્ધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૫૩૩ મીમી વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ ૧૧૯ મીમી (૪ાા ઇંચ) વરસાદ માંગરોળમાં થયો હતો.

માંગરોળમાં વહેલી સવારથી શરૂ થયેલી મેઘ સવારીથી સવારના ૪ થી ૬ ના બે કલાકમાં ૮૫ મીમી (૩ ઇંચ) વરસાદ નોંધાયા બાદ આ લખાય છે ત્‍યારે પણ માંગરોળમાં અવિરત વરસાદ ચાલુ છે.

સવારના ૬ થી ૮માં માંગરોળ ખાતે વધુ ૧૪ મીમી વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે.

માંગરોળના કેટલાક નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાય ગયાના સમાચાર છે.

સવારે માંગરોળની સાથે મેંદરડામાં પણ મેઘાએ જમાવટ કરતા ૬ થી ૮માં વધુ ૮ મીમી વરસાદ થયો છે.

આજ પ્રમાણે કેશોદમાં ધીમી મેઘસવારી સવારે ત્રણ મીમી પાણી પડયાનું નોંધાયું હતું.

જૂનાગઢમાં ૨૦ કલાક દરમિયાન ૯૪ મીમી (૪ ઇંચ વરસાદ થયા બાદ આજે પણ સવારથી મેઘાવી માહોલ હોય ગઇકાલની જેમ આજે પણ મેઘરાજા તૂટી પડે તેમ જણાય છે.

(11:28 am IST)