સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ટીકરમાં ઘરમાં ઘુસીને દંપતી પર હુમલો

ભાઈની સગાઈ કરવાની ના પાડવા બાબતે યુવતીના પરિવારજનો મધરાતે ધસી આવ્‍યા

વઢવાણ,તા.૬ : મુળી તાલુકાના ટીકર ગામે સગાઈ નહીં કરવાના મનઃદુખમાં ચાર શખ્‍સોએ ઘરમાં ઘુસીને ધોકાથી હુમલો કરી માતા-પુત્રને માર માર્યો હોવાની ચકચારી ઘટના બની હતી. તે અંગે ફરિયાદના આધારે મુળી પોલીસે તપાસ હાથ ધરી છે.

 વિગત એવી છેકે, ટીકર ગામે રહેતા પ્રવિણભાઈ ગાળીયાના ભાઈની સગાઈની વાત પ્રવિણભાઈના કાકાજી સુખાભાઈ દેથળીયા (રહે.રાવરાણી, તા.થાન)ની દિકરી સાથે ચાલતી હતી. તેમાં કોઈ બાબતે -પ્રવિણભાઈએ સગાઈ કરવાની ના પાડી હતી. આથી સુખાભાઈ દેથળીયા, દશરથભાઈ સોમાભાઈ દેથળીયા (રહે.સુદામડા), મુન્નાભાઈ જીવણભાઈ સુરેલા (રહે.ઉગામેડી, તા.ગઢડા) તથા માનસીંગ મનુભાઈ કણસાગરા (રહે.સુરેઈ, તા.ચોટીલા)એ રાત્રે ત્રણ વાગ્‍યે એકાએક ટીકર ગામે પ્રવિણભાઈના ઘરે ધસી આવ્‍યા હતાં અને તારા ભાઈની સગાઈ અમારી દિકરી સાથે કેમ કરવી નથી, તેમ કીને ધોકાથી હુમલો કરીને પ્રવિણભાઈ અને તેમના માતા ચંપાબેનને હુમલો કર્યો હતો.

(11:54 am IST)