દેવભૂમિ દ્વારકા : બળાત્કાર અને પોકસોના ગુનાના આરોપીને ૮ વર્ષની કેદની સજા
(વિનુભાઇ સામાણી દ્વારા) દેવભૂમિ દ્વારકા,તા ૬: બળાત્કાર અને પોકસોના ગુન્હામાં આરોપી રાણાભાઇ ઉર્ફે ધનુ મેપા વાઘને આઠ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ. આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી દેવભૂમિ દ્વારકાનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ખંભાળીયા વિભાગનાઓની સુચના અને સિધા માર્ગદર્શન મુજબ આ ગુન્હાની આગળની તપાસ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એ.એન. જાડેજાનાઓને સોંપાયેલ હોય.આ ગુન્હાની તપાસ દરમ્યાન આ ગુન્હાના આરોપી રાણાભાઇ ઉર્ફે ઘનુભાઇ મેપાભાઇ વાઘ (રહે. ખીરસરા ગામ, તા. કલ્યાણપુરર, જિ. દેવભૂમિ દ્વારકા) અટક કરી જેલ હવાલે કરેલ. તપાસ દરમ્યાન આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા એકત્રીત કરી આરોપી વિરૂધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને સમયમર્યાદામાં કેસની સાક્ષી પંચોને નામદાર કોર્ટમાં હાજર રખાવેલ જે આધારે સદરહું ગુન્હા સંબંધે સરકારે તરફે જિલ્લા સરકારી વકીલશ્રી એલ.આર.ચાવડા દ્વારા તથા ડી.આર.ત્રિવેદી દ્વારા પુરાવાઓ રજુ કરી કેસ સંબંધીત ધારદાર દલીલો રજુ કરતા એડી. સેશન્સ જજશ્રી સેસન્સ કોર્ટ દ્વારકાનાઓને આ કામના આરોપીને ગુન્હા કરેલનું તકસીરવાન ઠેરવી આઠ વર્ષની સખત કેદ તેમજ રૂા. ૪૦૦૦ રોકડ દંડની સજા ફટકારવામાં આવેલ છે.