સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

બગસરાના જુની હળીયાદ આરોગ્ય કેન્દ્રમાં ગુરૃ શિબિર

 બગસરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુની હળિયાદ ખાતે જૂન માસ ઉજવણી અંતર્ગત ગુરૃ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોકટર પાયલબેન મહેતા, તાલુકા સુપરવાઇઝર સોરઠીયાભાઈ, પીએસસી સુપરવાઇઝર પિયુષભાઈ, એમપી એચ ડબલ્યુ દીપકભાઈ સાગઠીયા, તમામ અધિકારી દ્વારા વાહક જન્યો રોગ વિશે તેમજ વિશ્વ વસ્તી અંતર્ગત કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિ વિશે માહિતદર કરવામાં આવ્યા બગસરા તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર બલદાણીયાના માર્ગદર્શન હેઠળ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુંં. (તસવીર -અહેવાલ : સમીર વિરાણી,બગસરા)

(12:02 pm IST)