બગસરામાં નેત્ર - દંત નિદાન કેમ્પ
(સમીર વિરાણી દ્વારા)બગસરા, તા. ૬ : અમરેલી સંધિ વિકાસ ટ્રસ્ટના માજી પ્રમુખ મરહુમ હનીફભાઈ ચાનીયાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બગસરા શહેર સંધી સમાજ અને અમરેલી સંધી વિકાસ ટ્રસ્ટ આયોજિત નેત્ર નિદાન કેમ્પ, દંત નિદાન કેમ્પ , તેમજ રકતદાન કેમ્પ નું આયોજન બગસરા ખાતેની પટેલ વાડીમાં રાખવામાં આવેલ હતું. જેનો શહેર તેમજ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં રહેતા લોકોએ લાભ મેળવેલ હતો. અમરેલી જિલ્લા સંધિ વિકાસ ટ્રસ્ટ આયોજિત આ કેમ્પમાં ટ્રસ્ટના અધ્યક્ષ અમીનભાઇ હાલા, ધારાસભ્ય જે.વી. કાકડિયા ઉપસ્થિત રહેલા હતા.
આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે બગસરા શહેર સંધિ સમાજ ના નવયુવાનોએ કામગીરી કરેલી હતી. મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અમીનભાઈ હાલા અને ધારાસભ્ય જેવી કાકડીયા તેમજ ડો. સુમરા પરવેજભાઈ સુમરાનું સ્વાગત કરવામા આવેલ હતું. સોહીલભાઈ ચાનીયા તેમજ રશીદભાઈ ઓઠાની સાથે બગસરા શહેરના સંધિ સમાજના નવ યુવાનોએ સહયોગ આપીને કાર્યક્રમને સફળ બનાવવા માટે સરાહનીય કામગીરી કરેલ હતી. આ મેગા કેમ્પમાં ૪૦૦ થી વધારે હિન્દુ મુસ્લિમ સમાજના દર્દીઓએ લાભ મેળવેલો હતો તથા રકતદાન કેમ્પમાં પણ ૧૦૦ જેટલી બોટલોનું રકતદાન કરવામાં આવેલું હતું.
આ મેગા કેમ્પ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો ધીરુભાઈ કોટડીયા રશ્મિનભાઈ ડોડીયા, એ.વી. રીબડીયા, પ્રદીપભાઈ ભાખર, મુકેશભાઈ ગોંડલીયા, જયંતીભાઈ વેકરીયા, રજાકભાઈ ચાનીયા, રજાકભાઈ કાળવાતર, યુનુસભાઇ બિલખીયા, હનીફભાઈ બિલખીયા, ફિરોજભાઈ રિયલ તેમજ ચાનિયા પરિવાર હાજર રહ્યો હતો.