અમરેલી : બેટરી ચોરતા ત્રણ ઝડપાયા
અમરેલી : એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી આર.કે.કરમટાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે મળેલ ચોક્કસ બાતમી આધારે રાજુલા ચારનાળા ચોકડી પાસે રોડ ઉપરથી ત્રણ ઇસમોને ઉપરોકત બંને ચોરીમાં ગયેલ બેટરી નંગ-૨ સાથે પકડી પાડેલ અને તેઓની પુછપરછ દરમિયાન ચોરીનો વધુ મુદ્દામાલ તેઓએ સંતાડેલ હોવાની શંકા જતાં. ચોરીનો અન્ય મુદ્દામાલ પકડાયેલ ઇસમોના રહેણાંક મકાન હોવાની શંકા આધારે પકડાયેલ ઇસમોને સાથે રાખી, તેમના રહેણાંક મકાને તપાસ કરતાં ચોરીના અન્ય ૭ બેટરી મળી આવેલ હતી. પકડાયેલ આરોપીઓ મનુભાઇ નાથાભાઇ મકવાણા (ઉવ.૨૮ રહે. લોઠપુર તા. જાફરબાદ, જિ. અમરેલી), મુકેશભાઇ ટપુભાઇ સોલંકી (ઉવ. ૨૧ રહે. લોઠપુર તા. જાફરાબાદ, જિ. અમરેલી), લાલજીભાઇ ચોથાભાઇ સોલંકી (ઉવ.૩૧ રહે. લોઠપુર તા. જાફરાબાદ, જિ. અમરેલી) રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.