સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

અમરેલીઃ મોટર સાયકલને ટકકર મારી ભાગી જનાર બોલેરો ચાલક હસમુખ ઝડપાયો

અમરેલીઃ આરોપી અજાણ્યા વાહન ચાલક અંટાળીયા રોડ લીલીયા ટાઉન  વિસ્તારમાં ચાર દિવસ પહેલા અંટાળીયા રોડ તરફ એક મો.સા. ચાલક સાથે અકસ્માત કરી મો.સા. ચાલકને ઇજા કરી નાસી ગયેલ હોય જેને પકડી પાડવા પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરી અકસ્માતમાં સંડોવાયેલા બોલેરો મળી આવેલ જેના રજી નંબર મેળવી  પોકેટ કોપની મદદથી આરોપી હમસુખભાઇ બધાભાઇ મહિડા (ઉ.વ.ર૩, ધંધો ડ્રાઇવીંગ રહે પીઠવડ, તા. સાવરકુંડલા જી. અમરેલી) અકસ્માતના બનાવ બાબતે જરૃરી પુછપરછ કરી પોતાએ જણાવેલ કે મે ગત તા.૧-૭-ર૦રરના રોજ અંટાળીયા ગામ તરફથી લીલીયા તરફ બોલેરો વાહન લઇ આવતો હોય તે દરમિયાન લીલીયાથી એકાદ કિ.મી. દુર મો.સા. ચાલક સાથે એકસીડેન્ટ કરી નાસી ગયેલ હોવાનું જણાવેલ.

(1:16 pm IST)