સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

અમરેલીઃ સ્વાન કંપનીના કોન્ટ્રાકટર ઉપર હુમલો કરનાર આરોપી ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૬ : રાજુલા પો.સ્ટે.ના હિંડોરણા નદીના પુલ પાસે આઠક મહિના પહેલા જીવણ સાદુબભાઇ વાવળીયા (ઉ.૩ર) સ્વાન કંપનીના કોન્ટ્રાકટર ઉપર પૂર્વ આયોજિત કાવતરૃ રચી હુમલો કરવાનાં અનડીટેકટ ગુન્હામાં છેલ્લા દસેક મહીનાથી નાસતા ફરતા કુખ્યાત આરોપીને રાજુલા સર્વેલન્સ ટીમે ઝડપી લીધો હતો.

આ કામના આરોપીઓએ આગોતરા આયોજન મુજબ ગુન્હાહિત કાવતરૃ રચી ગુન્હાને અંજામ આપેલ જેમાં મુખ્ય આરોપી કનુભાઇ બાબુભાઇ લાખણોત્રાએ નરેશભાઇ અરજણભાઇ વાવડીયા તથા લક્ષ્મણભાઇ સાદુળભાઇ વાવડીયા તથા વાજસુરભાઇ વીરાભાઇ વાઘ તથા જીવણભાઇ સાદુળભાઇ વાવડીયાને મળી કહેલ કે ''સ્વાન કંપનીના સાહેબો મારૃ તથા ચેતનભાઇ ભુવાનું કામ કરતા નથી અને અમારા મશીન કંપનીમાં કામે રાખતા નથી જેથીતેઓને મારવા પડશ''ે આવુ આરોપીઓએ અગાઉથી જ કાવતરૃ રચેલ તે પ્રમાણે આરોપી લક્ષ્મણભાઇ સાદુળભાઇ વાવડીયાએ રોડ ઉપર ટ્રાફીક થાય તે રીતે ટ્રેકટરમાં આડા પતરા ભરી કંપનીના સાહેબની ગાડી નીકળે ત્યારે હિંડોરણા પુલ પર ધીમે ધીમે ચલાવીને સામેથી આવવાનું અને થોડુ ટ્રાફીક થાય અને કંપનીના સાહેબની ગાડી ધીમી પડે ત્યારે જીવણભાઇ સાદુળભાઇ વાવડીયા, વાજસુરભાઇ વીરાભાઇ વાઘ નરેશભાઇ અરજણભાઇ વાવડીયાએ ત્રણેય કંપનીના સાહેબને મારશેતેમ અગાઉથી જ કાવતરૃ રચેલ અને બનાવના દિવસે પ્લાન મુજબ ફરીયાદીની ગાડી નીકળેલ ત્યારે પોતાને કોઇ ઓળખી શકે નહીં તે માટે આરોપીઓએ પહેરેલ કપડા ઉપર બીજા કપડા પહેરી માથે ટોપી અને મોઢે રૃમાલ બાંધી ગુન્હાને અંજામ આપેલ હતો.

આ તપાસ દરમ્યાન આરોપીઓ (૧) જીવણભાઇ સાદુળભાઇ વાવડીયા, રહે. હિંડોરણા તથા (ર) નરેશભાઇ અરજણભાઇ વાવડીયા રહે.કાગવદર તથા (૩) વાજસુરભાઇ વીરાભાઇ વાઘ રહે.રામપરા-ર (૪) ચેતનભાઇ વાજસુરભાઇ ભુવા રહે. રાજુલા, સવીતાનગર (પ) કનુભાઇ બાબુભાઇ લાખણોત્રા રહે.બારપટોળી તા.રાજુલા વાળાઓએ અટક કરેલ તેમજ (૬) જીવણભાઇ સાદુળભાઇ વાવડીયા રહે. હિંડોરણા તા.રાજુલા વાળો નાસતો ફરતો હતો.

ભાવનગર રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે. ચૌધરી સાવરકુંડલા વિભાગના માર્ગદર્શન મળેલ હતું.(

(1:22 pm IST)