સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

પોરબંદર ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા રેસ્‍કયુ

પોરબંદર : ભારે વરસાદના લીધે પોરબંદર જિલ્લાની ભોરસર સીમ શાળાના બાળકોના ફસાયેલા ૮૦ બાળકોને રેસકયુ કરી  ટ્રેકટરમાં સલામત પરત લવાયા હતાં. જિલ્લા કલેકટર શ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ કુતિયાણાના એસડીએમ પી.ડી. વાંદા સહિત રેવન્‍યુ અને પોલીસની સંયુકત ટીમે ૮૦ બાળકોને ટ્રેકટર મારફતે સલામત રીતે પરત લાવી રેસ્‍કયુ કામગીરી કરી હતી. એસડીએમએ જણાવ્‍યું કે બપોરે ભોરસર સીમ શાળા થી બહાર જતા રસ્‍તામાં આવતા વોકળામાં વધારે વરસાદના લીધે પાણી આવ્‍યુ હતુ અને બાળકો પરત જઇ શકે તેમ ન હતા. આ અંગેની જાણ થતા ૩૦ મિનીટમાં જ રેવન્‍યુ અને પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી. ગ્રામજનોની મદદથી ટ્રેકટર મંગાવી બાળકોને સલામત સ્‍થળે ખસેડાયા હતા. આ કામગીરીમાં એસડીએમ ઉપરાંત નાયબ મામલતદાર ધવલભાઇ પીએસઆઇ શ્રી  જાદવ, રાણાવાવના ચીફ ઓફિસર સહિતના જોડાયા હતા. રેસ્‍કયુની કામગીરી કરવામાં આવી તે તસ્‍વીર. 

(1:22 pm IST)