સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં માળીયા હાટીનાના પટેલ યુવાન હિમાંશુનું મોત

સોમનાથ મેઈલમાં કેશોદ જવા નિકળ્‍યો હતો પણ નિંદર આવી જતાં ટ્રેન કેશોદથી આગળ નિકળી ગઈ હતી

 (મહેશ કાનાબાર દ્વારા), માળીયા,તા.૬: માળીયા હાટીના તાલુકાના જુથડ ગામના શિક્ષક પટેલ મનસુખ ભાઇ  ખાનાપરા   કે જે ઓ હાલ કેશોદ રહે છે.  તેમનો  ૨૫ વર્ષનો એક નો એક પુત્ર હિમાંશુ અમદાવાદ અભ્‍યાસ અર્થે ઈન્‍ટરવ્‍યુ આપવા ગયો હતો અને ગઈકાલે રાત્રે અમદાવાદથી અમદાવાદ સોમનાથ મેઈલમાં કેશોદ આવવા માટે બેઠો હતો. પણ  હિમાંશુને નીંદર આવી જતા કેશોદ રેલવે સ્‍ટેશન છુટી ગયું હતું. નીંદર ઉડતા તેને  ખબર પડી કે ટ્રેન આગળ નીકળી ગઇ છે. એટલે હિમાંશુ એ તેમના પિતાને ફોન પણ કરેલ કે હવે હું માળીયા હાટીના ઉતરી જઈશ અને ત્‍યાં થી પાછો આવીશ પણ બન્‍યું એવું કે માળીયા સ્‍ટેશન ઉપર ટ્રેન આવી ત્‍યારે સોમનાથ રાજકોટ લોકલ ટ્રેન પણ માળિયા પડી હતી અને સામેની ટ્રેનમાં બેસવા માટે હિમાંશુએ ચાલુ ટ્રેન માંથી ઉતરવા જતા અકસ્‍માતે  પાટાની નીચે આવી જતા સ્‍થળ ઉપરજ હિમાંશુભાઈનું મોત થયું હતું

આ બનાવ બનેલ ત્‍યારે માળિયાના હાજર રહેલ લોકોને ખબર પડતાં હિમાંશુના ડોકયુમે્‌ટનાં આધારે ખબર પડી એટલે જુથડના પટેલ સમાજના પ્રમુખ પરેશભાઈ શાગરિયાને જાણ કરતા પરેશભાઈ શાગરિયા, ભીખુભાઈ વાછાણી, પારસભાઈ કોટડીયા તાત્‍કાલિક માળિયા  રેલવે સ્‍ટેશને દોડી ગયા હતા.

મનસુખભાઈ ખાનપરાને એકનો એક પુત્ર અકાળે અવસાનથી પરિવાર ઉપર આભ ફાટયું છે. આ બનાવથી જુથડમાં અને પટેલ સમાજમાં મોજું ફરી વળ્‍યુ છે.

(1:23 pm IST)