સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજના ૩૪માં સ્‍થાપના દિનની ઉજવણીઃ મહિલા સશકિતકરણ કાર્યક્રમ તથા પુસ્‍તક પ્રદર્શન યોજાયુ

પોરબંદર, તા.૬: પોરબંદરમા નારી શિક્ષણ ક્ષેત્રે ૩૪ વર્ષથી અનેરૂ સ્‍થાન મેળવનારી ગોઢાણીયા મહિલા કોલેજના ૩૪મા સ્‍થાપના દિવસની ઉજવણી અંતર્ગત મહિલા સ-શકિતકરણ ગ્રંથાલય પુસ્‍તક પ્રદર્શન સહિતના વિવિધ વિદ્યા શાળઓમાં કાર્યક્રમોનું આયોજન થયુ હતુ ત્‍યારે ટ્રસ્‍ટના પ્રમુખ, દાતા અને શિક્ષણ પ્રેમી ડો.વિરમભાઇ ગોઢાણીયાએ જણાવ્‍યુ હતુ કે, ‘ઉચ્‍ચ શિક્ષણ વ્‍યવસાયલક્ષી નહી પણ સંસ્‍કારલક્ષી બનાવવુ જરૂરી છે, તેઓએ એમ પણ ઉમેયુ હતુ કે, ૩૦૦ દીકરીઓથી શરૂ થયેલી કોલેજમા અત્‍યારે ત્રણ હજાર છાત્રાઓ ઉચ્‍ચ શિક્ષણ મેળવી રહી છે. માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલિત ડો.વિ.આર.ગોઢાણીયા મહિલા કોલેજના ૩૪માં સ્‍થાપના દિવસ સંદર્ભે મહિલા સ-શકિતકરણ પુસ્‍તક પ્રદર્શન સહિત વિવિધ વિદ્યા શાળામાં કાર્યક્રમો યોજાયા હતા.

પ્રારંભે ડો.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજના સિનિયર પ્રોફેસર ડો.રેખાબેન મોઢાએ સ્‍વાગત પ્રવચન કરતા જણાવ્‍યુ હતુ કે, આ કોલેજનો ઉદેશ દીકરીઓને ગુણવત્તાવાળુ શિક્ષણ આપવાનો રહ્યો છે તેથી જ આ કોલેજની દીકરીઓ કોલેજની જુદી-જુદી વિદ્યા શાળામાં રાષ્‍ટ્રીય સ્‍તરે કોલેજનું નામ અંકિત કયુ છે. કોમર્સ ડીપાર્ટમેન્‍ટના અધ્‍યક્ષ કલ્‍પનાબેન જોષીએ બે દાયકાઓના સંસ્‍મરણો વાગોળતા જણાવ્‍ય હતુ કે તત્‍કાલીન સમયમાં કમ્‍પ્‍યુટર શિક્ષનો યુનિવર્સિટીમાં એક માત્ર આ કોલેજે સૌ પ્રથમ અભ્‍યાસક્રમ ચાલુ કર્યા હતો. આ સંસ્‍થામાં દીકરીઓનો શિક્ષણની સાથે દીકરાઓને પણ શિક્ષણ મળે તે માટે બી.કોમ ગુજરાત તેમજ હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ ડીપ્‍લોમાં અને યોગ શિક્ષણ ડીપ્‍લોમાં અભ્‍યાસક્રમો ચાલુ કરાયા છે.

ભાસ્‍કરભાઇ જાનીએ જણાવ્‍યુ હતુ કે, આ ગ્રંથાલયમાં અઢી હજાર પુસ્‍તકો, પચાસથી વધારે સામયિકો, દસ જેટલા ન્‍યૂઝ પેપરોનો લાભ એકવીસો દીકરીઓ લઇ રહી છે. આ ગ્રંથાલયમાં કેટલાક દસ્‍તાવેજી અલભ્‍ય પુસ્‍તકો છે જે ઇતિહાકારો અને સંશોધનકારો માટે આર્શીવાદરૂપ છે. કેળવણીકાર ડો.ઇશ્‍વરલાલ ભરડાએ જણાવ્‍યુ હતુ કે ‘જેમનામાં પ્રભુ નથી તે ગમે તેટલો સંપતિવાન હોવા છતા દરીદ્ર છે ભકત જલારામ, સંત વેલનાથ, સંત ઘુંઘળીનાથ, સંત દેવીદાસ, તુકારામ, વિદુરજી, નરસિંહ મહેતા, ગંગા સતી, મીરાબાઇ સહીતના સંતો સંપતિવાન ન હતા પરંતુ તેમની પ્રભુ ભકિત અને ગુરૂમા અતૂટ આસ્‍થા હતી. આમ જીવનમાં આસ્‍થા, શ્રધ્‍ધા અને ભકિતનું આચરણ કરવાથી જ શ્રી રામદેવજી મહારાજની ભકિત ફળદાયી બને.

મઠના ગાદિપતિ શ્રી નાયક પારૂલ દે માયાદેવ વિશેષ ઉપસ્‍થિત રહી તેજસ્‍વી તારલાઓને રોકડ રકમ ના પુરસ્‍કાર આપીને સન્‍માનિત કર્યા હતા. બીજોત્‍સવ પર્વ કળશ ઘાટી બાળાઓ તથા ભજન સંકીતર્ન મંડળી સાથે નીકળયુ હતુ અને ચોપાટી ખાતે રામદેવજી મંદિર ખાતે ધ્‍વજારોહણ કરાયુ હતુ આ સામૈયામાં યુવક મંડળના પ્રમુખ  ભરતભાઇ સોલંકી, કીરીટભાઇ સોલંકી, હરીશભાઇ સોલંકી, રાજશીભાઇ બગીયા, શૈલેષભાઇ બામણીયા, પ્રદીપભાઇ બામણીયા, નાનજી સોલંકી, હરીશ બામણીયા, લલિત સોલંકી, વિજયભાઇ વાઘેલા, રમેશભાઇ, મોહનભાઇ સોલંકી અરશીભાઇ વાઘેલા, સીંધી સમાજના ગુરૂજી શ્રી દેવીદાસ શર્મા સહીતના સંતો - સાધુ -મહંતો અગ્રણીઓ સહિત ભકત સમુદાય બહોળી સંખ્‍યામાં જોડાયા હતા.

ધર્મોત્‍સવમાં જ્ઞાતિ-જાતિ-ધર્મના ભેદભાવ વિના મહાપ્રસાદ લીધો હતો. હિન્‍દુ-મુસ્‍લીમ સહિત અઢાર આલમમાં પૂજાતા શ્રી રામદેવજી મહારાજના પાટોત્‍સવ પ્રસંગે રાત્રીના યોજાયેલા સંતવાણી કાર્યક્રમમાં રામસીભાઇ બામણીયા, લાખીબેન, સંગીત વિશારદ રાજન ભરત સોલંકી સહિતના નામી-અનામી કલાકારોએ સંતવાણી રજુ કરી હતી.

આ તકે ૩૫૦ જેટલા તેજસ્‍વી છાત્રોનો સન્‍માન સમારોહ યોજાયો હતો જેમાં ધો.૧૦-૧૨ સ્‍નાતક - અનુસ્‍નાતક તેમજ સંગીત - સાહિત્‍ય કલા-રમત-ગમત અને સેવાકીય ક્ષેત્રે વિશિષ્‍ટ સિધ્‍ધી મેળવનાર વિદ્યાર્થીઓને દાતા નારણભાઇ બામણીયાની સ્‍મૃતિમાં તેમના પુત્ર પૂર્વ કાઉન્‍સીલર અને આકાશ ચેનલના માલીક ભરતભાઇ બામણીયા દ્વારા વીસ હજારના જનરલ નોલેજ બુક, રોકડ પુરસ્‍કાર, અને પ્રશસ્‍ત્રપત્ર સોલંકી, અશોકભાઇ સોલંકી, કીશોર બામણીયા, સંજયભાઇ સોલંકી, કાળુભાઇ ભૂવા, હેતલબેન વાજા, મણીબેન સોલંકી, જાદવભાઇ સોલંકીનું અદકેરુ અભિવાદન કરાયુ હતુ.

કાર્યક્રમનું સંચાલન યુવક મંડળના પ્રમુખ ભરતભાઇ સોલંકી અને કીરીટભાઇ સોલંકી, પ્રદીપભાઇ બાણીયાએ સંભાળ્‍યુ હતુ. આભાર વિધિ એકાઉન્‍ટન્‍ટ  શૈલેષભાઇ બામણીયાએ કરી હતી.

કાર્યક્રમમાં સમાજ શ્રેષ્‍ઠી ભીખુભાઇ પરમાર,  પ્રફુલ બગીયા, લાખાભાઇ મોકરીયા, વિરમભાઇ મોકટીયા, અરજનભાઇ ચાંગોલિયા, વિજયભાઇ સગારકા, વિક્રમભાઇ ડોડીયા, રમેશભાઇ ચુડાસમા, દીલીપ હરીશભાઇ વાઢીયા, રશીકભાઇ પઢીયાર, લખમણ લાલજી બામણીયા, રાહુલ મોકરીયા સહિત તાલુકાભરમાંથી ભાઇ-બહેનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

(1:26 pm IST)