સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

જામનગરના જગા ગામમાંથી કેફીપીણાની ૧૩૩ બોટલ પકડાઇ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા. ૬: જામનગરના જગા ગામમાંથી કેફી પીણાની ૧૩૩ બોટલ પોલીસે પકડી પાડી હતી.

જામનગરના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂની સૂચના તથા એસ.ઓ.જી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેકટર શ્રી આર. વી. વીંછીના માર્ગદર્શન મુજબ જામનગર ગ્રામ્‍ય વિસ્‍તારમાં એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમયાન એસ.ઓ.જી. સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ અરજણભાઇ કોડીયાતરને મળેલ બાતમી આધારે જગા ગામ તા.જી. જામનગર, ઉમિયા પાન નામની દુકાનમાંથી શંકાસ્‍પદ નશાકારક કેફી પીણું "SUNNINDRRA" ની કુલ ૬૬ બોટલો તથા  "STONEARISHTHA ASAVA ARISHTA" ની કુલ ૬૭ બોટલો મળી એમ કુલ કિ. રૂા. ૧૯,૯પ૦નો મુદામાલ પકડી પંચ ‘‘એ'' ડીવી. પોલીસ સ્‍ટેશનમાં પોલીસ હેડ કોન્‍સટેબલ મયુદિનભાઇ સૈયદ એ જાહેરાત આપતા આસી. સબ ઇન્‍સપેકટર ચંન્‍દ્રસિંહ જાડેજા એ જાણવા જોગ દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેકટર શ્રી આર. વી. વીંછીના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(1:32 pm IST)