સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ખંભાળીયાઃ ચેક રિટર્નના કેસમાંઆરોપીને એક વર્ષની સજાનો હુકમ

ખંભાળીયા તા. ૬: ખંભાળિયામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી હતી.

અત્રે ખંભાળિયાના બંગલા વાડી વિસ્‍તારમાં રહેતા સંજયભાઇ મહેન્‍દ્રભાઇ પટેલ દ્વારા અત્રે ગાયત્રીનગર, પોલીસ લાઇનની પાછળ રહેતા કાંતિભાઇ ડાયાભાઇ નકુમ સામે ચેક રિટર્ન સંદર્ભે નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ મુજબ અહીંની ચીફ જયુડિશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ કેસ ચાલી જતા ફરિયાદી તરફે વકીલ જે. એમ. સાગઠીયા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીએ ફરિયાદીને રૂપિયા ૭ લાખની રકમ ત્રણ માસમાં ચૂકવી દેવા તથા આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ અદાલતે કર્યો છે. જો આ રકમ ચૂકવવામાં કસૂર કરે તો આરોપીને વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ પણ કરવામાં આવ્‍યો છે.

આ કેસમાં ફરિયાદી તરફે વકીલ જગદીશભાઇ સાગઠીયા રોકાયા હતા.

(1:33 pm IST)